સુરતમાં કૅજરીવાલ ની રેલી માં મોદી મોદી ના નારા લગાવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો એ લાકડી ઓ થી હૂમલો કર્યો.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે. સુરતના મીની બજાર ચોકસી બજાર ખાતે હીરા વેપારી સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં હીરા વેપારી અને કારીગરોને અગવડ પડતા વર્ષો જૂના પ્રશ્નોનું કેજરીવાલે ચુટકીમાં નિરાકરણ લાવી દીધું હતું. હીરા વેપારીઓએ કરેલી 8થી 10 માંગો કેજરીવાલે સ્ટેજ ઉપરથી સ્વીકારી લઈ તમામ હીરા વેપારીઓને ખુશ કરી દીધા હતાં.જો કે, લોકો સ્વયંભૂ કેજરીવાલને સાંભળવા ઉમટી પડતાં જગ્યા ટૂંકી પડી હતી.ત્યારબાદ કતારગામ વિસ્તારમાં રોડ શો યોજાયો હતો. જેમાં અરવિંદ કેજરીવાલની ગાડી પર પથ્થર મારો થયો હતો.

કતારગામમાં પથ્થરમારો

કતારગામ વિસ્તારમાં કારમાં નીકળેલા અરવિંદ કેજરીવાલના રોડ શો પર મગનનગર નજીક ધનમોરા કોમ્પલેક્સ પાસે પથ્થર મારો થયો હતો. બે પથ્થરો કારના બોનેટ સહિતના ભાગ પર પડ્યાં હતાં.સદનસીબે કોઈને પથ્થર વાગ્યા નહોતા. જો કે ત્યારબાદ પોલીસ કાફલો અને સુરક્ષા દળના જવાનો મોટી સંખ્યામાં કારની આસપાસ ગોઠવાઈ ગયા હતાં.