રાજ્યભરમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગાનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ખુદ ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહીને વાહન ચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને વેગ આપ્યો હતો.
દરેક નાગરિકોમાં દેશ પ્રત્યે પ્રેમ, આદર અને સન્માનની લાગણી બળવતર રહે, તેમજ આઝાદી માટે જે લડવૈયાઓએ પોતાના પ્રાણની આહુતી આપીને મહામુલી આઝાદી અપાવી છે તેના સ્મરણમાં સરકાર દ્વારા દર વર્ષે સ્વતંત્ર્ય પર્વના એક સપ્તાહ પૂર્વે હર ઘર તિરંગા અભિયાન હાથ ધરે છે. લોકો પોતાના ઘરે તિરંગો ફરકાવીને ગર્વ અનુભવે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રયાસ હાથ ધરાતા હોય છે. અમદાવાદ શહેરમાં હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વેગ પૂર્વે વાહનચાલકોને તિરંગાનું વિતરણ કરીને હર ઘર તિરંગા અભિયાનને મળ્યો વેગ આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવી, અમદાવાદના નવરંગપૂરા વિસ્તારના વિજય ચાર રસ્તા ખાતે પહોચ્યા હતા. જ્યા તેમણે ટ્રાફિક સર્કલ પર રેડ સિગ્નલ દરમિયાન ઊભેલા વાહનચાલકોને મળીને, સન્માનપૂર્વક તિરંગાનું વિતરણ કર્યું હતું. વાહનચલાકો પણ હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે વિતરણ કરાયેલા તિરંગાને સન્માનપૂર્વક સ્વીકાર્યો હતો.