
સિક્કિમમાં શુક્રવારે સવારે ૬.૫૭ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૪.૪ આંકવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમમાં હોવા છતાં તેના આંચકા બિહારમાં પણ અનુભવાયા હતા. બિહારના કિશનગંજમાં અનેક લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર પણ પશ્ર્ચિમ બંગાળના સિલીગુડીની ખૂબ નજીક હતું. આવી સ્થિતિમાં તેની અસર ભારતમાં પશ્ર્ચિમ બંગાળ અને બિહારમાં પણ જોવા મળી હતી. તે જ સમયે નેપાળ અને ભૂટાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપની તીવ્રતા વધુ ન હતી. જેના કારણે જાન-માલનું બહુ નુકશાન થયું નથી. વરસાદની મોસમ દરમિયાન, પર્વતીય વિસ્તારોમાં ભૂકંપને કારણે ભૂસ્ખલનનું જોખમ વધારે છે. ભૂસ્ખલન મોટા વિનાશનું કારણ બની શકે છે. તાજેતરમાં વાયનાડમાં ભૂસ્ખલનને કારણે મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા.
હાલના સમયમાં દેશ અને દુનિયાના ઘણા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આપણી પૃથ્વીની અંદર ૭ ટેકટોનિક પ્લેટો છે. આ પ્લેટો પોતાની જગ્યાએ સતત ફરતી રહે છે. જો કે, ક્યારેક સંઘર્ષ અથવા ઘર્ષણ થાય છે. આ કારણથી ધરતી પર ભૂકંપની ઘટનાઓ જોવા મળે છે.
દર વર્ષે વિશ્ર્વમાં લગભગ ૨૦ હજાર ભૂકંપ આવે છે પરંતુ તેની તીવ્રતા એટલી વધારે નથી કે તેનાથી લોકોને મોટું નુક્સાન થાય. રાષ્ટ્રીય ધરતીકંપ માહિતી કેન્દ્ર આ ધરતીકંપોને રેકોર્ડ કરે છે. માહિતી અનુસાર, ૨૦ હજારમાંથી માત્ર ૧૦૦ ભૂકંપ એવા છે જે નુક્સાન પહોંચાડે છે. ઇતિહાસમાં સૌથી લાંબો સમય ચાલતો ભૂકંપ હિંદ મહાસાગરમાં ૨૦૦૪માં આવ્યો હતો. આ ભૂકંપ ૧૦ મિનિટ સુધી અનુભવાયો હતો.