અમે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ આપી છે : વડાપ્રધાન

siasat.com

નવીદિલ્હી,

પ્રધાનમંત્રી મોદીએ આજે મનકી બાતના ૯૫મા એપિસોડમાં દેશને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યુંકે, મનકી બાત ખુબ જ ઝડપથી તેના ૧૦૦ એપિસોડ પુરા કરવા જઈ રહ્યું છે. આ એપિસોડમાં જનસામાન્યની સમસ્યાઓ અને તેના સમાધાન અંગેની વાત કરવામાં આવે છે. આ સાથે તેમણે વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. જી-૨૦ ને લઈને દેશ ખુબ જ ઉત્સુક છે. પીએમ મોદીએ જણાવ્યુંકે, જી-૨૦ સમિટમાં અધ્યક્ષતા ભારત માટે મોટી તક સમાન છે. દેશવાસી એક યા બીજી રીતે જી ૨૦ સાથે જોડાયેલ છે. થોડા દિવસો પહેલા મને જી-૨૦ નો લોગો અને ભારતના રાષ્ટ્રપતિની વેબસાઈટ લોન્ચ કરવાનો લહાવો મળ્યો હતો. આ લોગો જાહેર હરીફાઈ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે જી-૨૦ વિશ્વ ની બે તૃતીયાંશ વસ્તી ધરાવે છે, વૈશ્વિક વેપારનો ત્રણ ચતુર્થાંશ અને વિશ્વ ના ૮૫% હિસ્સો ધરાવે છે. તમે કલ્પના કરી શકો છો કે ભારત ૧લી ડિસેમ્બરથી આટલા મોટા જૂથ, આટલા શક્તિશાળી જૂથની અધ્યક્ષતા કરશે. જી-૨૦નું પ્રમુખપદ અમારા માટે એક મોટી તક બનીને આવ્યું છે. આપણે આ તકનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે અને વૈશ્વિક સારા, વિશ્વ કલ્યાણ પર યાન કેન્દ્રિત કરવું પડશે. અમે એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્યની થીમ આપી છે તે વસુધૈવ કુટુંબકમ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે ૧૮ નવેમ્બરે આખા દેશે અવકાશ ક્ષેત્રે નવો ઈતિહાસ રચતો જોયો. ભારતે આ દિવસે તેનું પહેલું આ પ્રકારનું રોકેટ અવકાશમાં મોકલ્યું હતું. તે ભારતના ખાનગી ક્ષેત્ર દ્વારા ડિઝાઇન અને તૈયાર કરવામાં આવ્યું હતું. આ રોકેટનું નામ ’વિક્રમ-એસ’ છે. વધુમાં પીએમ મોદીએ જણાવ્યુંકે, વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે…આ ગીતને ગાનાર ગ્રીસના છે. ભારતથી તેમને એટલો લગાવ છે તે છેલ્લાં ૪૨ વર્ષથી સતત ભારત આવતા રહ્યાં છે. તેમણે ભારતીય સંગીતની વિભૂતિઓનું અધ્યયન કર્યું છે. ઈન્યિન મ્યુઝિકનો અભ્યાસ કરી રહ્યાં છે. તમને જાણીને સારું લાગશે છેલ્લાં ૮ વર્ષમાં ભારતથી મ્યૂઝિકલ ઈન્સ્ટુમેન્ટનો વેપાર વયો છે. જર્મની, ફ્રાન્સ અને યુકે ના લાકો આની ખરીદી કરે છે.