ગોધરા-વડોદરા રોડ તૃપ્તિ ચોકડી પાસે એ-ડીવીઝન પોલીસ મથકના કર્મચારી ઉપર મારી નાંખવાના ઈરાદે ગાડીને આરોપીએ ટકકર મારતા ફરિયાદ

ગોધરા-વડોદરા હાઈવે રોડ તૃપ્તિ ચોકડી પાસે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા કર્મચારી હોવાનુ આરોપી ઈસમો જાણતા હોવા છતાં ફરિયાદીની ફોર વ્હિલ ગાડીને ટકકર મારી ફેટલ કરવાના ઈરાદે હુમલો કરી જાનથી મારી નાંખવાની કોશિષ કરી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-વડોદરા હાઈવે રોડ તૃપ્તિ ચોકડી વણાંકપુર ખાતે આરોપી ઈસમ વાહીદ યુસુફ મીઠા તથા અન્ય બે ઈસમો ફરિયાદી જીતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ સોલંકી પોલીસ કર્મચારી છે તેવુ જાણતા હોય ફરિયાદી પોલીસ કર્મીએ અગાઉ તે આરોપી ઉપર ગોૈવંશ કતલ અટકાવવાના કેસો કરેલ હોય તેમજ નાઈટમાં એ-ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં રખડતી ગાયોની ચોરી કરવા આવતા હોય પીછો કરી ભગાડેલ હોય આ બાબતની અદાવત રાખી આરોપી ઈસમોએ ફરિયાદીની ફોર વ્હિલ ગાડી નં.-જીજે-06-પીજે-523ને ટકકર મારી ફેટલ કરવાના આશયથી જીવલેણ હુમલો કરી જાનથી મારી નાંખવાની કોશિષ કરી આરોપી એકબીજાને મદદગારી કરી પોતાનુ વાહન મુકી નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ નોંધાવવા પામી છે.