લખનૌ,
મૈનપુરીમાં યોજાનાર પેટાચુંટણીમાંને લઇ રાજકીય વર્તુળોમાં હલચલ તેજ થઇ ગઇ છે.આ દરમિયાન આ લોકસભા બેઠકથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ડિંપલ યાદવનું નિવેદન સામે આવ્યું છે. ડિંપલ યાદવે કહ્યું છે કે મૈનપુરી નેતાજીની કર્મભૂમિ રહી છે અહીંથી જ નેતાજી ધરતી પુત્ર કહેવાયા છે.તેમણે કહ્યું કે તમે જોશો કે મૈનપુરીમાં યોજાનાર ચુંટણીમાં અને તેના પરિણામમાં ઇતિહાસ રચાશે.
સપા ઉમેદવાર ડિંપલ યાદવે ભાજપ પર પ્રહારો કરતા કહ્યું કે ઉત્તરપ્રદેશની કાનુન વ્યવસ્થા વસ્ત થઇ ચુકી છે પરંતુ સરકાર આ વાતને માનવા તૈયાર નથી તેમણે કહ્યું કે અહીં પુત્રીઓ સુરક્ષિત નથી ડિંપલ યાદવે ઉત્તરપ્રદેશની કાનુન વ્યવસ્થાને લઇ ભારે પ્રહારો કર્યા હતાં. એ યાદ રહે કે મૈનપુરીની પેટાચુંટણીના કારણે સપાએ પોતાનો પ્રચાર અભિયાન તેજ કરી દીધુ છે. તાજેતરમાં સપા નેતા ધર્મેન્દ્ર યાદવની એક વીડિયો સામે આવી હતી જેમાં તે યુપીના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને યાદ કરતા રોતા નજરે પડયા હતાં આ વીડિયો મૈનપુરીની એક જાહેર રેલીની છે જેમાં ધર્મેન્દ્ર યાદવ જનતાને સંબોધિત કરી રહ્યાં હતાં આ દરમિયાન મુલાયમને યાદ કરી તે ભાવુક થઇ ગયા હતાં અને ધ્રુસકેને ધ્રુસકે રડવા લાગ્યા હતાં.
એ યાદ રહે કે મૈનપુરી લોકસભા બેઠક સપા સંસ્થાપક મુલાયમસિંહ યાદવના નિધનને કારણે ખાલી થઇ છે.આ બેઠક માટે પેટાચુંટણી માટે આગામી પાંચ ડિસેમ્બરે મતદાન થનાર છે.સપાએ પેટાચુંટણીમાં મુલાયમસિંહની પુત્રવધૂ અને સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિંપલ યાદવને ઉમેદવાર બનાવ્યા છે.જયારે ભાજપે રધુરાજ શાકયને ઉમેદવાર બનાવ્યા છે.ઇટાવા ખાતે મુલાયમના પૈતૃક ગામ મૈનપુરી લોકસભા વિસ્તારનો જ હિસ્સો છે.