સરકાર અને ન્યાયપાલિકા એક જ માતા પિતાના સંતાન : કાયદા મંત્રી રિજિજુ

નવીદિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી સરકાર અને ન્યાયપાલિકા અનેક વિષયો પર અલગ અલગ મત રજુ કરે છે જેનાથી અનેકવાર વિવાદની સ્થિતિ ઉભી થઇ જઇ જાય છે.આ સ્થિતિમાં કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું છે કે સરકાર અને ન્યાયપાલિકતા ભાઇઓની જેમ છે તેમણે પરસ્પર લડવું જોઇએ નહીં

તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે કયારેય પણ ન્યાયપાલિકાના અધિકારોને નબળા કર્યા નથી અને તે હંમેશા એ સુનિશ્ર્ચિત કરશે કે તેની સ્વતંત્રતા અછુતી રહે નહીં અને સવંધત થાય તેમણે કહ્યું કે અમે એક જ માતા પિતાના બાળકો છીએ અમે ભાઇ ભાઇ છીએ પરસ્પર લડવું કે ઝઘડો કરવો યોગ્ય નથી આપણે બધા મળી કામ કરીશું અને દેશને મજબુત બનાવીશું

કાનુન મંત્રીએ કહ્યું કે ભારત હંમેશા ભારતીય ન્યાયપાલિકાનું સમર્થન કરશે અને તેને સશક્ત બનાવશે તેમણે કહ્યું કે બંન્નેએ મળીને કામ કરવું જોઇએ એક બીજાના માર્ગદર્શન કરવું જોઇએ.પોતાના સંબંધમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત એક સંપન્ન લોકતંત્ર છે અને એક સંસ્થાનને સફળ બનાવવા માટે એ સુનિશ્ર્ચિત કરવી જોઇએ કે તંત્રમાં લોકોને યોગ્ય શ્રેય અને માન્યતા આપવામાં આવે છે.

તેમણે કહ્યું કે નેતા નબળા હોય તો દેશ નબળો હોય છે જો સીજેઆઇને નબળા કરવામાં આવશે તો આ ખુદ સુપ્રીમ કોર્ટને પણ નબળું કરવા બરાબર છે.રિજિજુએ કહ્યું કે અસ્થિરતા દેશને નબળી કરે છે અને વડાપ્રધાન દેશના ચુંટાયેલા નેતા હોય છે તેમણે કહ્યું કે જયારે વડાપ્રધાનનું સમ્માન કરવું જોઇએ તો દેશની તસવીર સારી થાય છે