અભિનેત્રી રણબીર કપૂરની એનિમલનો ડિલીટ કરેલો સીન વાયરલ થયો

રણબીર કપૂરની ફિલ્મ એનિમલને રિલીઝ થયાને આઠ મહિના થઈ ગયા છે પરંતુ આ ફિલ્મની ચર્ચા હજુ અટકી નથી. હવે ફરી એકવાર આ ફિલ્મ સમાચારમાં છે અને આ વખતે તેનો એક ડીલીટ કરેલ સીન સમાચારમાં છે. વાસ્તવમાં, આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને આ દ્રશ્યે બધાનું યાન ખેંચ્યું છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વાતથી આશ્ર્ચર્યમાં છે કે આ સીનને ફિલ્મમાં શા માટે સામેલ કરવામાં આવ્યો નથી.

આ એક તીવ્ર દ્રશ્ય છે. નશામાં ધૂત રણબીર પોતાના માટે ડ્રિંક બનાવીને કોકપિટ તરફ જઈ રહ્યો છે. તે પાયલોટના ખભા પર હાથ મૂકે છે અને તેને ત્યાંથી જવાનું કહે છે.આગળના સીનમાં રણબીર પાયલટની ખુરશી પર બેઠેલો જોવા મળે છે. તેના મોં પર સિગારેટ છે અને આખી ગેંગ તેની સામે આશ્ર્ચર્યથી જોઈ રહી છે. આ સીનમાં કોઈ ડાયલોગ નથી અને બેકગ્રાઉન્ડમાં ’પાપા મેરી જાન’ ગીત વાગી રહ્યું છે.

જ્યારથી આ સીન સોશિયલ મીડિયા પર આવ્યો છે, લોકો તેને જોઈને કહી રહ્યા છે કે આ સીનને ફિલ્મમાંથી હટાવવાની શું જરૂર હતી. ચાહકોનું કહેવું છે કે જો આ સીન ફિલ્મમાં હોત તો વધુ જોરદાર બની શક્યો હોત. એકે લખ્યું, ફિલ્મમાંથી આ સીન હટાવવા બદલ અમે સંદીપ રેડ્ડી વાંગાને માફ કરી શકીશું નહીં. એકે લખ્યું, આ સીન જોયા પછી હું કહી શકું છું કે આ ફિલ્મનું ડાયરેક્ટરનું કટ વર્ઝન અલગ લેવલનું હશે.