આમ આદમી પાર્ટીને પૂરા થયા ૧૦ વર્ષ, ભગવંત માને કહ્યું – આપ દેશની નવી આશા છે

ચંડીગઢ,

આમ આદમી પાર્ટીના રાજકારણમાં ઝંપલાવ્યા બાદ આજે ૧૦ વર્ષ થયા છે. આ પ્રસંગે આપ કાર્યર્ક્તાઓ ઉજવણી કરી રહ્યા છે. આ અંતર્ગત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કાર્યર્ક્તાઓ અને નેતાઓને શુભકામનાઓ પાઠવી છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરતા લખ્યું છે કે, આજે દેશમાં પ્રામાણિક, વિકાસલક્ષી અને સારા હેતુવાળી રાજનીતિને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. આમ આદમી પાર્ટીના તમામ સ્વયંસેવકોને અભિનંદન, જેમની મહેનતથી દેશમાં નવી આશા અને પરિવર્તન આવ્યું છે, સૌને અભિનંદન. આ શુભ અવસરે ચાલો આપણે મજબૂત બનીએ અને દેશને વિશ્ર્વનો અગ્રણી દેશ બનાવવા માટે કામ કરીએ. ક્રાંતિ અમર રહે