ભાવનગર એલસીબીએ દારૂની કટીંગ દરમિયાન રેડ કરી રૂપિયા ૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેમજ ૫ શખ્સોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર એલસીબીને દારૂની હેરાફેરી થતું હોવાની બાતમી મળી હતી. જેથી આરોપીઓને રંગે હાથે પકડવા ભાવનગર એલસીબીએ દારૂની કટીંગ દરમ્યાન દરોડો પાડ્યો હતો. તેમ જાણવા મળ્યા બાદ પાનવાડી બીએસએનએલ કચેરી સામે જાહેરમાં એક કારમાંથી બીજી કારમાં દારૂનું કટીંગ થતું હતું.
ભાવનગર એલસીબીએ શખ્સો પર વોચ રાથી દારૂની બોટલ સહિત રૂ. ૮,૧૦,૩૬૦ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.એલસીબીએ દારૂની કટીંગ કરતા ૫ શખ્સોની ધરપકડ કરી છે. જેમાં ૫ આરોપીઓનાં નામ સામે આવ્યા છે. પ્રતાપ જગુભાઈ ખાચર,હાદક હિતેશભાઈ પરમાર,નાસીર ઝાકીરભાઈ કુરેશી,ભાવેશ બટુકભાઈ ભીમાણી અને મુન્નો ઉર્ફે મૂંડીયો સંધી ઝડપાયા છે.