કોલકતા,
૨૮મો કોલકતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (કેઆઇએફએફ) આગામી ૧૫ ડિસેમ્બરથી શરૂ થશે અને ૨૨ ડિસેમ્બર સુધી ચાલશે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેની માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે કોલકતાના નેતાજી ઇડોર સ્ટેડિયમમાં કેઆઇએફએફનું ઉદ્ધાટન સમારોહ આયોજીત થશે.તેમાં બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન,તેમની પત્ની જયા બચ્ચન અને સુપરસ્ટાર શાહરૂખ ખાન હાજર રહી શકે છે.
૨૭મો સંસ્કરણ આ વર્ષ ૨૫ એપ્રિલથી શરૂ થયો હતો અને ૧ મે સુધી ચાલ્યો હતો ગત સંસ્કરણમાં ૪૦ દેશોની ૧૬૩ ફિલ્મો બતાવવામાં આવી હતી કોરોના મહામારીના કારણે ગત બે વર્ષ કોલકતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન થઇ શકયુ ન હતું. ટીએમસી બંગાળની સત્તામાં આવ્યા બાદ આ ફિલ્મ મહોત્સવનું રંગ રૂપ પુરી રીતે બદલવામાં આવ્યુ હતું મુખ્યમંત્રી મમતા બેનર્જીના નિર્દેશ પર તેનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર કોરોનાની સ્થિતિ હાલ પુરી રીતે કંટ્રોલમાં છે આથી આ વખતે તેનું પહેલાની જેમ ભવ્ય રીતે આયોજન કરવાની તૈયારી ચાલી રહી છે.શાહરૂખ ખાન બંગાળના બ્રાંડ એમ્બેસ્ડર પણ છે. કોરોના પહેલા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન નિયમિત રીતે તેના ઉદ્ધાટન સમારોહમાં હાજર રહેતા હતાં અને હવે ફરીથી જોવા મળી શકે છે.
૨૮માં કોલકતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનુ આયોજન પશ્ર્ચિમ બંગાળ સરકાર અને સંસ્કૃતિક વિભાગ તરફથી કરવામાં આવી રહ્યુું છે કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે ફેસ્ટિવલમાં નેટપેક એવોર્ડની સાથે તેના પાંચ વર્ગોમાં ફાળવવામાં આવી છે તેમા ંમુવિગ ઇમેજ,ભારતીય ભાષાની ફિલ્મો,ડોકયુમેંટરી અને શોર્ટ ફિકશન સામેલ છે.