ખેડામાં કપડવંજના અંકલયમાં યુવકનો મૃતદેહ મળ્યો. અંકલયમાં યુવાનનો ખેતરમાંથી મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી જોવા મળી. યુવાને આત્મહત્યા કે હત્યા કરી તેને ળઈને રહસ્ય ઘુંટાયુ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ ઘટનાની તપાસ હાથ ધરી. હાલમાં મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયો.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ખેડામાં કપડવંજના અંકલયમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી. સ્થાનિકોએ અંકલયના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરી. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પંહોચી. પ્રાથમિક તપાસમાં યુવાન ૨૧ વર્ષનો હોવાનું સામે આવ્યું. તેમજ યુવાનના શરીર પર કોઈપણ જાતના મારના કે અન્ય કોઈ નિશાન હાલમાં દેખાયા નથી. જો કે ખેતરમાં આવીને યુવાને આત્મહત્યા કેવી રીતે કરી તેને લઈને પણ પોલીસ અસમંજસમાં છે. જો આત્મહત્યા હોય તો હજુ સુધી પોલીસના હાથમાં કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ નથી મળી. અને જો હત્યા હોય તો કોણે કરી અને કેમ કરી તેવી બાબતોને લઈને પણ સવાલ ઉદભવ્યા છે.
ખેતરમાંથી ૨૧ વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. યુવાનનું નામ મિતેશભાઇ ગોહિલ હોવાની જાણકારી મળી છે. નામની માહિતી મળ્યા બાદ પોલીસ તેના સરનામા અને સંબંધીઓની પૂરતી તપાસ કરી ઘટનાને લઈને વધુ જાણકારી મેળવશે.