સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત હસ્તક જીલ્લા રમતગમત અધિકારીની કચેરી મહિસાગર દ્વારા નહેરૂ સબ જુનિયર હોકી ટુર્નામેન્ટનું આયોજન

  • સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. 16/08/2024 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત.

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, મહિસાગર સંચાલિત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. તે બાબતે 41 મી નહેરૂ સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ ( અં-15 ભાઈઓ), 52 મી નહેરૂ સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ (અં-17 ભાઈઓ) અને 30 મી નહેરૂ સબ જુનિયર હોકી ટુર્નામેન્ટ ( અં-17 બહેનો )નું આયોજન કરવામાં આવનાર છે.

જેથી મહીસાગર જીલ્લા કક્ષાની સ્પર્ધાની એન્ટ્રી તા.16/08/2024 સુધીમાં જીલ્લા રમતગમત અધિકારીની કચેરી મહીસાગર રૂમ નંબર 212, બીજો માળ કલેકટર કચેરી મહીસાગર ખાતે મોકલી આપવાની રહેશે.