બાલાસિનોરની મેડિકલ દુકાનોમાં દવાઓના બિલ આપવામાં નહીં આવતા હોવાની ફરિયાદ

બાલાસિનોર મેડિકલ સ્ટોર ઉપર અંધેરી નગરી મે ગંડુ રાજા જેવો વહીવટ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ વ્યાપક પ્રમાણમાં ફુલ્યો ફાલ્યો છે. ત્યારે માત્ર ફાર્માસિસ્ટના બોર્ડ/મેડિકલ સ્ટોરમાં ગર્ભપાત તેમજ લગાવી લાયકાત ના ધરાવતા ઈસમો બીનઅધિકૃત ઇસમો દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે. મળતી વિગતો અનુસાર બાલાસિનોર નગર વિસ્તારમાં 20 ઉપરાંત મેડિકલ સ્ટોર આવેલા છે. જેમાં ફાર્મસીસ્ટના લાયસન્સ હેઠળ આ મેડિકલ સ્ટોર ચલાવવામાં આવે પરંતુ માત્ર લાયસન્સ પુરતું મેડિક સ્ટોરમાં લાઈસન્સ લબડાવી અન્યલાયકાતના ધરાવતા હોય તેવા વ્યક્તિઓ દવાઓનો વિતરણ કરી રહ્યા છે. તેમજ બાલાસિનોરમાં અનેક પ્રતિબંધિત દવાઓનું વેચાણ બે રોકટોક થઈ રહ્યું છે. સમગ્ર બાબતે ડ્રગ્સ વિભાગ કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર દર મહિને ઉઘરાણું કરતા હોવાની ચર્ચાઓએ બાલાસિનોરમાં ચર્ચાઓમાં જોર પકડયું છે.