- જીલ્લા રોજગાર કચેરી દ્વારા ઉમેદવારો માટે 30 દિવસીય નિ:શુલ્ક નિવાસી તાલીમનું આયોજન.
- ઈચ્છુક ઉમેદવા રો તા.31 ઓગસ્ટ સુધી અરજી કરી શકાશે.
ખેડા જીલ્લાના જે ઉમેદવારો લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાવા ઈચ્છુક હોય તેમના માટે જીલ્લા રોજગાર કચેરી દ્વારા 30 દિવસીય તાલીમનુંઆયોજન કરવામાં આવ્યું છે. ખેડા જીલ્લાના જે ઉમેદવારો આ નિ:શુલ્ક તાલીમમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેઓની શૈક્ષણિક લાયકાત ધોરણ-10,12 પાસ કે તેથી વધુ, ઉંમર17-1/2 (સાડા સત્તર) વર્ષથી 21 વર્ષ, વજન 50 કિ.ગ્રા. તેમજ 168 સે.મી.થી વધારે ઊંચાઇ , છાતી 77 થી 82 સે.મી હોવી જરૂરી છે.
આ તાલીમમાં પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જીલ્લા રોજગાર કચેરી- બ્લોક એ, બીજો માળ,સરદાર પટેલ ભવન,નડિયાદ ખાતે તા.31/08/2024 સુધી રોજગાર કચેરી ખાતે ફોર્મ જમા કરાવી શકશે. આ 30 દિવસીય તાલીમ વર્ગમાં રહેવા-જમવાની સુવિધા સાથે શારીરિક અને બૌદ્ધિક કસોટી માટેની નિ:શુલ્ક તૈયારીઓ કરાવવામાં આવશે. ઓછામાં ઓછી 80 ટકા હાજરી ધરાવતાં ઉમેદવારોને હાજરી મુજબ પ્રતિદિન રૂ.100/- લેખે સ્ટાઇપેન્ડ પણ મળવાપાત્ર થશે.
આ અગાઉ જે ઉમેદવારોએ જીલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજીત 30 દિવસીય નિવાસી તાલીમવર્ગમાં તાલીમ મેળવેલ હોય તે સિવાયના ઉમેદવારોએ અરજી કરવી. વધુ માહિતી માટે હેલ્પલાઇન નંબર 0268 2551292 અથવા જીલ્લા રોજગાર કચેરી- બ્લોક એ, બીજો માળ, સરદાર પટેલ ભવન, નડિયાદ ખાતે કામકાજના દિવસોમાં રૂબરૂ સ્વખર્ચે ઉપસ્થિત રહેવા જીલ્લા રોજગાર અધિકારી ખેડા નડિયાદની યાદીમાં જણાવાયું છે.