દાહોદ : આગામી તા.08/08/2024 ના રોજ બપોરના 15:00 કલાક થી સાંજના 19:00 કલાક સુધી બસ સ્ટેશનેથી ભરપોડા સર્કલ (સરસ્વતી સર્કલ) સુધી “તિરંગા યાત્રા” નીકળનાર છે.

આ રેલી દરમ્યાન દાહોદ શહેર, જીલ્લાની પ્રજાની પોતાની રોજીકી કામગીરી દરમ્યાન ટ્રાફીકમાં મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે નીચે જણાવેલ રૂટ ઉપર (ટુ વ્હીલર ઉપરના તમામ વાહનો માટે) ટ્રાફીક નિયમન માટે રેલી દરમ્યાન ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોઈ, સલામતી માટે કાયદો અને વ્યવસ્થા જાળવણી સારૂ નીચે મુજબના મુદ્દા અનુરૂપે ટ્રાફિક ડાયવર્ઝન આપવા પોલીસ અધિક્ષક દાહોદનાઓએ તા.07.08.2024ના 5ત્ર ક્રમાંક: કઈંઇ/જાહેરનામું/તિરંગા યાત્રા/1266/2024 થી ટ્રાફિક નિયમન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા દરખાસ્ત કરેલ છે. દાહોદ જીલ્લામાં તા.08/08/2024 ના રોજ ટ્રાફીક નિયમન માટે આપેલ મુજબ અમલવારી કરવા જણાવાયું છે.

રૂટ ડાયવર્ઝનના મુદ્દાઓ:-

દાહોદ શહેર વિસ્તામાં ઝાલોદ તરફથી આવતા વાહનોને રામા હોટલથી ગોદી રોડ થઈ-રેલ્વે અંડર બ્રિજ થઈ ચાકલીયા ચોકડી તરફ જશે અને જેસાવાડા/ગરબાડા/ખંગેલા/કતવારા/ પીટોલ (એમ.પી.)તરફથી આવતી બસોને પડાવ બજારમાં થઈ સીધા બસ સ્ટેશન પર લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.

આ એસ.ટી.બસો ડાયવર્ટ કરી વાયા ગરબાડા ચોકડીથી રાબડાલ, ગોધરા રોડ જકાત નાંકાથી સતી તોરલ થઈ વનચેતના ત્રણ રસ્તા થઈ બસ સ્ટેશન લાવવા લઇ જવા ફરમાવવામાં આવે છે.

મુસાફરો ભરી અવર જવર કરતા વાહનો જેવા કે ખાનગી બસો, જીપ, ટેમ્પા,છકડા તથા તમામ વાહનો ને ચારેય બાજુથી દાહોદ બજારમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.

તિરંગા યાત્રા રેલી સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે પહોંચે ત્યારે રેલ્વે સ્ટેશન થી આવતા વાહનો રોકવાના રહેશે. જેઓને લક્ષ્મી મીલ વાળો રસ્તો ઉપયોગ કરવાનો રહેશે. સ્વામી વિવેકાનંદ સર્કલ માર્ગનો ઉપયોગ કરવો નહીં.

તિરંગા યાત્રા રેલી રેલી સરસ્વતી સર્કલ આવે તો બસ સ્ટેશન તરફ આવતા વાહનોને ભગીની સમાજથી ડાયવર્ટ કરવાના રહેશે. ગોધરા રોડ તરફથી આવતા વાહનોનો પરેલ માં ડાયવર્ટ કરવાના રહેશે.

આ હુકમ ધી મોટર વ્હીકલ્સ એકટ, 1988ની કલમ-112(3)માં જણાવેલ વાહનો, પોલીસ-સુરક્ષા દળના વાહનો તથા આપાતકાલીન સેવાઓ સાથે સંકળાયેલ વાહનો તથા તેમજ રોડ ઉપર અવર-જવર કરતા ઈમરજન્સી વાહનો સામાન્ય સંજોગોમાં એમ્બ્યુલન્સ, ગર્ભવતી સ્ત્રીઓને અને ગંભીર બિમાર વ્યક્તિઓને લઈ જતા વાહનોને લાગુ પડશે નહીં. સરકારી સેવામાં હોય તેવા અધિકારીના વાહનો તેમજ સરકારી સેવામાં હોય તેવા વ્યક્તિઓના વાહનોને આ લાગુ પડશે નહી.

અમલવારીનો સમય અને વિસ્તાર :-

આ જાહેરનામું તા.08/08/2024 ના રોજ બપોરના 15:00 કલાક થી સાંજના 19:00 કલાક સુધી અમલમાં રહેશે.

શિક્ષા ….

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ – 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તેમજ તેમનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી/કર્મચારીઓને પોલીસ ફરિયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.