દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સાંસીવાડ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે રમાતા જુગારના અડ્ડા પર પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે ત્રણ જુગારીઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમદ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 11,300ની રોકડ કબજે કરી ઝડપાયેલ જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.07મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે સાંજના સાતેક વાગ્યાના આસપાસ દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે સાંસીવાડ વિસ્તારમાં પાના પત્તા વડે જાહેરમાં રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં પોલીસે જુગાર રમી રહેલા અશોકભાઈ શંકરભાઈ સીસોદીયા, રાહુલકુમાર ચંદ્રપ્રકાશ સહીવાલ અને રાજેશબાઈ કલ્લુભાઈ સાંસીનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 11,300ની રોકડ કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.