દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં જાહેરમાં વરલી, મટકાનો આંક ફરકનો જુગારવો આંકડો લખતા અને જુગાર રમાડનાર બે વ્યક્તિઓને પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી બે મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપીયા મળી પોલીસે કુલ રૂા.13,870નો મુદ્દામાલ કબજે કરી બંન્ને જુગારીઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
ગત તા.07મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆ નગરમાં આવેલ સમડી સર્કલ સુભમ કોમ્પલેક્ષ ગુડલક દુકાનની પાછળના ભાગે મેકુજ મેમુદભાઈ શેખ તથા વરૂણભાઈ દિલીપભાઈ કંદોઈ આ બંન્ને ઈસમો જાહેરમાં વરલી, મટકાનો આંક ફરકનો જ જુગારનો આંકડો લખી તેમજ રમાડતાં પોલીસે બંન્ને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે બંન્નેની પાસેથી બે મોબાઈલ ફોન તથા રોકડા રૂપીયા મળી પોલીસે કુલ રૂા.13,870નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દેવગઢ બારીઆ પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.