દાહોદમાંં યુ.પી. માંથી ગુમ થયેલ મહિલાને બાળક સાથે મળી આવતાંં પોલીસે તપાસ કરી મહિલાને પરિવારજનોને સોંપી

ઉત્તરપ્રદેશ રાજ્ય માંથી ગુમ થયેલ મહીલા પોતાના દોઢ વર્ષના દિકરા સાથે ચોમાસાની ઋચુમાં ચાલુ વરસાદે ભીંજાતા દાહોદ બસ સ્ટેશન રોડ પાસેથી દાહોદ એલસીબી પોલીસને મળી આવતાં પોલીસે મહિલા અને તેના બાળકને પોતાની સાથે લઈ જઈ શાંતિપુર્વક પુછપરછ કર્યા બાદ તેઓના વાલી વારસનો સંપર્ક કર્યો હતો. ત્યારે વાલી વારસના સંપર્ક બાદ વાલી વારસ દાહોદ આવી પહોંચ્યાં હતાં અને મહિલા તથા બાળકને જોઈ ખુશ થઈ ગયાં હતા. ત્યારે જાણવા મળ્યાં અનુસાર, મહીલા અસ્થિર મગજની હોય ઘરેથી દવા લેવા નીકળ્યાં બાદ પરત ઘરે આવી ન હતી.

દાહોદ એલસીબી પોલીસને મળેલ સુચનાના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી ગુમ થનાર ફોટા ફોટા તેમજ બેનરના આધારે જાહેર સ્થળો તેમજ રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર વ્યક્તિઓની પુછપરછ તેમજ સીસીટીવી કેમેરાના આધારે ઝીણવટપુર્વક નિરીક્ષક કરતી હતી. ત્યારે ગત તા.07મી ઓગષ્ટના રોજ દાહોદ એલસીબી પોલીસે દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે રાત્રીના સમયે પેટ્રોલીંગમાં નીકળી હતી. ત્યારે એક મહિલા પોતાના દોઢ વર્ષના બાળક સાથે બસ સ્ટેશન પાસે રોડ ઉપર વરસાદમાં ઉભેલ હતી.

પોલીસે આ મહિલા પાસે જઈ મહિલાની પુછપરછ કરતાં મહિલા ઉત્તર પ્રદેશની હોવાનું પોલીસને જણાઈ આવ્યું હતું. ત્યારે પોલીસે તેઓ કોઈ સાથે છે કે કેમ ? વિગેરે બાબતની પુછપરછ કરતાં પોલીસને કોઈ હકીકત જણાવેલ નહીં જેથી વધુ જેથી પોલીસે વિશ્વાસમાં લઈ તેઓના પરિવાર વિશે પુછતાં તેઓના ભાઈ આનંદ ઉમેશ સોનકરનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી વિગતે પુછપરછ કરતાં આ મળી આવેલ મહિલાનું નામ અમીતા પ્રુભ સોનકર હોવાનું તેઓના ભાઈએ મોબાઈલ ફોનમાં જણાવ્યું હતું.

આ મહિલા ગત તા.04.08.2024ના રોજ બાળકની દવા લેવા ઘરેથી નીકળ્યાં બાદ પરત ફરેલ નથી અને તે અસ્થિર મગજની હોવાનું મહિલાના ભાઈએ જણાવ્યું હતું. દાહોદ બી ડિવીઝન પોલીસ મથકે મહિલાને લાવી મહિલાના પરિવારજનોને દાહોદ ખાતે લેવા માટે બોલાવતાં મહિલાના પરિવારજનો દાહોદ આવી પહોંચ્યાં હતાં અને પોલીસે જરૂરી કાર્યવાહી બાદ મહિલા તથા તેના દોઢ વર્ષના બાળકનું પરિવારજનો સાથે સુખદ હેમખેમ મિલન કરાવ્યું હતું.