તારીખ:-08/08/2024 ના રોજ વિજ્ઞાન ગુર્જરી દ્વારા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે હેતલબેન કિશોરી, શાળાના આચાર્ય બાલકૃષ્ણ ચાપા અને શાળાના વિજ્ઞાન શિક્ષકો હાજર રહી આ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં શાળાના 300 જેટલા વિધાર્થીઓએ ઉત્સાહ પુર્વેકભાગ લિધો હતો. આચાર્ય બાલકૃષ્ણ ચાપા સર દ્વારા જીવ વિજ્ઞાન વિષયક અને ભારતના વૈજ્ઞાનિક એવા આર્યભટ્ટ અને વિક્રમ સારાભાઈ અને વૈજ્ઞાનિક અભિગમ વિશે ચર્ચા કરવામાં આવી અને શાળાના સુપરવાઇઝર અરવિંદભાઈ હાડા દ્વારા નિવાસ રામાનુજન અને વિજ્ઞાનની વાર્તાલાપ કરવામાં આવી અને અંતે વિજ્ઞાન ગુર્જરી વતી આવેલા મહેમાન હેતલબેન કિશોરી દ્વારા વિજ્ઞાન ગુર્જરી ની માહિતી આપી હતી. અંતે આભાર વિધિ કુમારી ડી.એ ટંડેલે કરી હતી.