દાહોદ શહેર સહિત જીલ્લામાં આવનાર સ્વતંત્ર દિવસની ઉજવણી કરવા માટે જીલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે સ્વતંત્ર પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી દેવગઢ બારીઆ ખાતે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પર્વની ઉજવણી માટે તમામ તૈયારીઓનો આરંભ કરી દેવામાં આવ્યો છે ત્યારે સ્વાતંત્ર પર્વને અનુલક્ષીને આજરોજ દાહોદ શહેરમાં વહીવટી તંત્ર તેમજ સત્તાધારી રાજકીય પક્ષ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દાહોદ શહેરના બસ સ્ટેશન ખાતેથી આ તિરંગા યાત્રાને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદ જીલ્લા કલેક્ટર દ્વારા લીલી ઝંડી આપી રેલી શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, સ્વામી વિવેકાનંદ ચોક, ભરપોડ સર્કલ, એસપી કચેરી, તાલુકા સર્કલ, મારણેક ચોક, ભગીની સમાજ ત્યાંથી સિધ્ધરાજ છાબ તળાવ ખાતે આ તિરંગા યાત્રાની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારે બાદ તમામ મહાનુભવોના હસ્તે રાષ્ટ્ર ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં શાળાના બાળકો હાજર રહ્યાં હતા. ત્યારે આ તિરંગા યાત્રામાં વિશેષ રૂપે દાહોદ જીલ્લા કલેક્ટર, રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, સુધીરભાઈ લાલપુરવાલા સહિત આગેવાનો હાજર રહ્યાં હતાં.