કાલોલ પોલીસની કાર્યવાહી સણસોલી ગ્રામ પંચાયત પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે ઝડપાયા ત્રણ ફરાર

  • રાબોડ ગામેથી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા : ચાર જુગારીઓ ફરાર.

પંચમહાલ જીલ્લા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જુગાર ડ્રાઈવ ચલાવી જીલ્લામાંથી ગેરકાનૂની પ્રવૃતિ નાબૂદ થાય તે માટે અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જેના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સવેલન્સ સ્ટાફના માણસો કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કાલોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી ભરવાડ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કાલોલ તાલુકાના રાબોડ દેવપુરા જવાના રોડ પાસે આવેલા જાહેરમાં ખુલ્લી જગ્યામાં સ્ટેટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે.

તેવી બાતમી મળતા કાલોલ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસોએ બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલ આરોપીઓ આરોપીઓની અંગજડતી માંથી રૃપિયા.3560 તેમજ દાવ પર લગાડેલ રૂપિયા.3890 અને મોટરસાયકલ નંગ- ત્રણ 45,000 તથા બર્ગમેન એકટીવા કિંમત 20,000કુલ મળી રૂાં.72,459 નો મુદ્દામાલ કબજે કરી પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે નાસી છૂટેલ ચાર આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.

જયારે બીજી તરફ કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.બી.બરંડા પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલીંગમા હતા ત્યારે પીઆઈ આર.ડી.ભરવાડને ખાનગી રાહે બાતમી મળી હતી કે, સણસોલી ગ્રામ પંચાયત પાછળ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો પાના પત્તાનો પૈસા વડે હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વાળી કઈક રમતા હોય તેવું જણાયું પોલીસને જોઈને નાશભાગ મચી જવા પામી. પોલીસે દોડીને બે ઈસમોને ઝડપી પાડ્યા જેઓની અંગજડતી માંથી 3960 રૂપિયા અને દાવ પરના 6490 કુલ મળી 10,450 રૂપિયા ઝડપ્યા પકડાયેલા બે ઈસમો તથા નાસી છૂટેલા ત્રણ સહિત કુલ પાંચ ઈસમો સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કર્યો.