નેપાળમાં કાઠમંડુના ઉત્તર પશ્ર્ચિમમાં એક પહાડી વિસ્તારમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ મીડિયા અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસે નુવાકોટની શિવપુરી ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં અકસ્માત સ્થળ પરથી પાંચ મૃતદેહો મેળવ્યા છે. જીવ ગુમાવનારાઓમાં ચાર ચીની પ્રવાસીઓ પણ સામેલ છે. ૨૪ જુલાઈના રોજ ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સૌરી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયાના થોડા જ અઠવાડિયા બાદ આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર ૧૮ લોકોના મોત થયા હતા, જેમાંથી માત્ર કેપ્ટન જ બચી ગયો હતો.
દુર્ઘટના સમયે, ’એર ડાયનેસ્ટી હેલિકોપ્ટર, ૯દ્ગ-છઢડ્ઢ’ કાઠમંડુથી રાસુવા જઈ રહ્યું હતું. હેલિકોપ્ટરે કાઠમંડુથી બપોરે ૧:૫૪ વાગ્યે ઉડાન ભરી હતી પરંતુ ટેકઓફની ત્રણ મિનિટ પછી સંપર્ક તૂટી ગયો હતો. એક પોલીસ અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે અકસ્માત સ્થળ પરથી બે પુરૂષો, એક મહિલા અને પાયલટના મૃતદેહ મળી આવ્યા છે. એક મૃતદેહ ખરાબ રીતે દાઝી ગયો હોવાને કારણે હજુ સુધી તેની ઓળખ થઈ શકી નથી.