મહેસાણાની ભેજાબાજ ટોળકીએ પૂર્વયોજીત કાવતરૂ રચીને દસાડાના યુવાનને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે દસાડા તાલુકાના નવીયાણી ગામમાં નોકરી કરતો અજમેરનો ૩૩ વર્ષનો અપરણિત યુવાન ગત મહિને અજમેર જઈ રહ્યો હતો. ત્યેર માર્ગમાં બેચરાજીની હાંસલપુર ચોકડીએ ઉભો હતો, ત્યારે એક અજાણી સ્ત્રી તેની પાસે આવીને કહ્યું તમારે સેક્સ કરવું હોય તો મારી પાસે છોકરી છે, તો મારી પાસે છોકરી છે તેમ કહી તેને મોબાઈલ નંબર આપ્યો હતો. યુવાને ના પાડી હતી. આરોપીઓના નામ ૧. રમીલા ૨. કિંજલ રહે મહેસાણા ૩. કિંજલનો પતિ વિમલ ૪. વિક્રમ પટેલ
ત્યારે તેણ કહ્યું કે તમે અજમેર જઈને પરત ફરો ત્યારે કોલ કરજો. આમ યુવાન આ મહિનાની પાંચ તારીખે પરત ફર્યો હતો. રસ્તામાં તેના મોબાઈલ પર રમીલાનો ફોન આવ્યો તેણે કહ્યું હું રસ્તામાં છું અને થોડીકવારમાં મહેસાણા રેલ્વે સ્ટેશનને ઉતરું છું. મહેસાણા આવ્યા બાદ સ્ત્રીએ કહ્યું છોકરી રૂમ પર છે તેમ કહીને તેની સાથે રીક્ષામાં બેસાડી દીધો હતો. ત્યાર બાદ કલાપીનગર સોસાયચી વચ્ચેના એક મકાન આગળ રીક્ષા ઉભી રહેતા તેઓ બન્ને ઉતરી ગયા હતા. પછી યુવાનને મકાનમાં ગયા હતા. મકાનના એક રૂમમાં છોકરી આવી અને તેણે તેના વો કાઢ્યાં પછી યુવાનના પણ વસ્તરો કાઢ્યાં, અને થોડીકવાર પછી રૂમમાં વિક્રમ પટેલ નામનો શખ્સ આવ્યો અને નિર્વસ્ત્ર યુવતી સાથે યુવાનનો વીડિયો બનાવ્યો હતો. અને દુષ્કર્મના કેસમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી હતી. આ બાબતે યુવાન ગભરાઈ ગયો હતો.
જ્યારે યુવાનના કપડાં લઈને બેસી જવાનું કહ્યું હતું. તે પછી તેણે ફોન કરીને અન્ય શખ્સને ફોન કર્યો અને કહ્યું કે તારી પત્ની કિંજલને એક છોકરા સાથે પકડી છે, તેમ કહી તેના પતિ વિમલે બોલાવ્યો હતો. ત્યારે બાદ આ શખ્સોએ ભોગ બનનાર યુવાનને ગડદાપાટુ માર માર્યો અને તેનો મોબાઈલ પણ પડાવી લીધો હતો.
સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને પાંચ લાખની માંગ કરી હતી, યુવાને રકઝક બાદ ૧.૨૦ લાખમાં સોદો નક્કી કર્યો હતો. વિક્રમ પટેલ નામના શખ્સના બેંક ખાતામાં ફોનપેના માધ્યમથી ૫૦ હજાર અને પાંત હજારની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી હતી, ત્યારે બીજા અન્ય મિત્રને ફોન કરીને બીજા ૫૦ હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. ત્યારબાદ શખ્સોએ ધમકી આપી હતી કે જો આ બાબત અંગે કોઈને જાણ કરીશ તો તારો જે વીડિયો બનાવ્યો છે તેના આધારે કેસ કરીશું કહીને છોડી મુક્યો હતો.