પીટી ઉષા ભારતીય ઓલિમ્પિકની બોસ બનશે ? અનુભવી એથ્લેટે આઇઓએ ચૂંટણી માટે નોમિનેશન ફાઇલ કર્યું

મુંબઇ,

ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પણ ભારતીય સ્પોર્ટ્સ ફેડરેશનના ટોચના હોદ્દા પર પ્રવેશ કરી રહ્યા છે. ક્રિકેટ,ફુટબોલ અને હોકી બાદ હવે ભારતીય ઓલિમ્પિક સંધનો વારો આવ્યો છે, દેશની મહાન એથલિટમાં બાદશાહ શુમાર પીટી ઉષા હવે આઈઓએના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા જઈ રહી છે.

પી.ટી. ઉષા, જે ઉદાનપરી તરીકે જાણીતી છે, તેણે ૨૬ નવેમ્બર શનિવારના રોજ પ્રમુખની ચૂંટણી માટે તેનું નોમિનેશન ફાઈલ કરવાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વિવાદ બાદ આઇઓએની ચૂંટણી ૧૦ ડિસેમ્બરે યોજાશે.

એશિયન ગેમમાં ૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીતનાર પૂર્વ ઓલિમ્પિયન ચેમ્પિયને ટ્વિટ કરી આ જાહેરાત કરી હતી. ૫૮ વર્ષની પીટી ઉષાએ લખ્યું પોતાના સાથી ખેલાડીઓ અને રાષ્ટ્રીય મહાસંધોના સમર્થનમાં આઈઓએ અયક્ષ પદ માટે નામાંકન સ્વીકારવા અને ભરવા ખુબ ગૌરવિંત છું.

ચૂંટણી માટે નોમિનેશનની છેલ્લી તારીખ ૨૭ નવેમ્બર રવિવાર છે. શુક્રવારે નોમિનેશન પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અન્ય કોઈએ ઉમેદવારી નોંધાવી નથી. પીટી ઉષા ના એથ્લેટ્સ કમિશનમાં ચૂંટાયેલા આઠ અનુભવી ખેલાડીઓમાંના એક પણ છે.

ઉષા, જે ૧૯૮૪ ઓલિમ્પિકમાં ચોથા સ્થાને રહી હતી, તેને સત્તારુઢ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ગણવામાં આવે છે, જેણે તેમને જુલાઈમાં રાજ્યસભાના સભ્ય તરીકે નામાંક્તિ કર્યા હતા. જો તે સફળ થાય છે, તો તે પ્રમુખ બનનાર મહારાજા યાદવીન્દ્ર સિંહ પછી પ્રથમ ખેલાડી હશે. યાદવિન્દર સિંહે ૧૯૩૪માં ટેસ્ટ મેચ રમી હતી, જેઓ ૧૯૩૮થી ૧૯૬૦ વચ્ચે પ્રમુખ હતા.

પીટી ઉષાએ એશિયન ગેમ ૧૯૮૨થી ૧૯૯૪ વચ્ચે ૪ ગોલ્ડ મેડલ સહિત ૧૧ મેડલ જીત્યા હતા. તે લોસ એન્જિલસ ઓલિમ્પિક ૧૯૮૪માં ૪૦૦ મીટર દોડમાં ફાઈનલમાં રોમાનિયાની ક્રિસ્ટીના કોઝોકારુથી એક સેકન્ડના અંતરથી બ્રોન્ઝ મેડલ હારી ગઈ હતી.