સરકારે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા છ વર્ષમાં વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, એમએલસી અને રાજકારણીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગના કુલ ૧૩૨ કેસ નોંધાયા છે. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે ઈડી દ્વારા મની લોન્ડરિંગ કેસમાં દોષિત ઠેરવવાનો દર ૯૩ ટકા છે. તેમણે કહ્યું કે ૩૧ જુલાઈ સુધી ઈડી દ્વારા કુલ ૭૦૮૩ ઇસીઆઇઆર અથવા અમલીકરણ કેસ નોંધવામાં આવ્યા છે.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે આ કેસોમાં કોર્ટની સુનાવણી કુલ ત્રણ કેસોમાં પૂર્ણ થઈ છે એક ૨૦૨૦ માં અને બે ૨૦૨૩ માં. ૨૦૨૦ માં આ કેસોમાં માત્ર એક દોષિત નોંધવામાં આવી હતી.
નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ જેવી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ સંબંધિત સેવાઓ પર ૨૮ ટકાના દરે જીએસટી વસૂલવામાં આવે છે. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ દરમિયાન,બીસીસીઆઇ તરફથી જીએસટી રેવન્યુ કલેક્શન રૂ. ૨,૦૩૮ છે.