મહિલા અને બાળ અધિકારીની કચેરી તરફથી નારી વંદન ઉત્સવ અંતર્ગત 1 ઓગસ્ટ થી 8 ઓગસ્ટ સુધી વિવિધ થીમ પર પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે તા.06-08-2024ના રોજ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી સેવા સદન કપડવંજ ખાતે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મહિલાઓની જાગ્રુતિ માટે મહિલા જાગ્રુતિ સેમિનારનુ આયોજન કરેલ. જીલ્લા દહેજ અધિકારી ડો. સોનલબેન પટેલ દ્વારા મહિલાઓને લગતી વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવામાં આવેલ. તેમજ કામકાજના સ્થળે જાતિય સતામણી અટકાયત અધિનીયમ-2013 પર માહિતી પુરી પાડેલ. ડો.જયેશભાઇ દ્વારા અસરકારક માનસિક સ્વાસ્થયને લગતી માહિતી આપેલ. તથા 181 અભયમમાંથી આવેલ વર્ષાબેન દ્વારા વિવિધ મહિલા હેલ્પલાઇન અને મોબાઇલ એપ વિશે સમજ આપેલ. એડવોકેટ અનિતાબેન દ્વારા વિવિધ મહિલાલક્ષી કાયદાની માહિતી પુરી પાડેલ.
આ અવસરે તાલુકા હેલ્થ સુપરવાઇઝર-અસ્મિતાબેન રાવલ, નારી અદાલત-પારૂલબેન, SHE ટીમ માંથી જીનલબેન રબારી, સીડીપીઓ વિમળાબેન, સીડીપીઓ ભાવિનીબેન, સુપરવાઇઝર કૈલાશબેન, પીબીએસસી કાઉન્સેલર કપડવંજ અને નડીયાદ કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહ્યા હતા.