વિશ્વ આદિવાસી દિવસની શ્રીજી.પી.ધાનકા હાઇસ્કુલ ખાતે ઉજવણી કરવામાં આવી

તારીખ 06/08/2024 નારોજ શ્રીજી.પી. ધાનકા હાઇસ્કુલ ખાતે આ કાર્યક્રમ અંતર્ગત આદિવાસી લગ્ન ગીતોની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં શાળાના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં ત્રણ ગૃપના વિદ્યાર્થીઓ વિજેતા થયા હતા. જે પૈકી ધોરણ 10 ઇમાં બિલવાલ ટીના એન્ડ ગૃપ, બીજા નંબરે નીનામા પારૂલ એન્ડ ગૃપ તથા ત્રીજા નંબરે 11 એના સુસ્મિતા એન્ડ ગૃપના વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. દરેક વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે રજૂઆત કરી હતી અને શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ સારૂં માર્ગદર્શન આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિર્ણાયક તરીકે દેવેન્દ્રભાઈ પરમાર તથા હેમાંગીનીબેન હઠીલાએ ભૂમિકા અદા કરી હતી. સમગ્ર કાર્યનું આયોજન રૂબીનાબેન સોલંકી તથા બાબુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય બાલ કૃષ્ણ ચાપા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.