- ધાનપુર તાલુકાના પીપેરો ગામે દીપડો કૂવામાં ખાબક્યો.
- શિકારની શોધમાં આવેલો દિપડો કૂવામાં પડતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા .
- વન વિભાગને જાણ કરતા ધાનપુર તેમજ કંજેટા વાઈડ લાઇફનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો.
- સીડીની મદદ થી વન્ય પ્રાણી દીપડો કૂવામાંથી બહાર આવ્યો.
ધાનપુર તાલુકાના પીપેરો ગામે મોડી સાંજે એક વન્ય પ્રાણી દીપડો શિકારની શોધ આવી ચઢેલ દીપડો કુવામાં ખાબકતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડયા. વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ હાથ ધરી દીપડાને કૂવા માંથી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે આમલી ચોકડી પાછળ રહેતા રમણભાઇ નરવતભાઈ ખાબડના ખેતરમાં આવેલ કુવામા ગત મોડી સાંજે શિકારની શોધમાં જંગલ તરફથી આવી ચઢેલ એક વન્યપ્રાણી દીપડો કૂવામાં ખાબકતા જેની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો દીપડાને જોવા મોટી સંખ્યામાં કૂવાની આસપાસ પહોંચી ગયા હતા. ત્યારે કુવામાં ખાબકેલા દીપડાની જાણ સ્થાનિક વન વિભાગના કરતા ધાનપુર રેન્જ તેમજ કંજેટા વાઈટ લાઇફનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગ્રામજનોને કુવા થી દૂર હટાવી કૂવાને કોર્ડન કરી દીપડાને કૂવા માંથી બહાર કાઢવા માટે મોડી રાત્રે રેસ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં દીપડો કૂવો માંથી બહાર નીકળી માનવ વસ્તી તરફ ઘૂસી ન જાય તે માટે ની વન વિભાગ દ્વારા વ્યવસ્થા કરી 10 ફૂટ જેટલા ઊંડા પાણીમાં કે દીપડાને બહાર કાઢવા માટે સીડી મૂકવામાં આવી હતી. જે સીડીના આધારે વન્યપ્રાણી દીપડો કુવા માંથી બહાર નીકળી જંગલ તરફ નાસી જતા કુવા માંથી સહી સલામત વન્યપ્રાણી દીપડો બહાર નીકળી જતા વન વિભાગ તેમજ ગ્રામજનોએ જાણે હાસકારો અનુભવ્યો હોઈ તેમ જોવા મળ્યું.