દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ચાકીસણા ગામે અજાણ્યા ચોર ઈસમોએ એક મકાનની નિશાન બનાવી મકાન માંથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 48,000 ની મતદાનની ચોરી કરી નાસી ગયાનું જાણવા મળે છે.
ગત તારીખ 26 જુલાઈના રોજ સંજેલીના ચાકીસણા ગામે રહેતા શંકરભાઈ ભુરાભાઈ સોલંકીના મકાનમાં ચશ્કરોએ હાથ ફેરો કર્યો હતો અને મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ મકાનમાં મૂકી રાખેલ તિજોરી માંથી સોના ચાંદીના દાગીના કુલ રૂપિયા 48,000/- ની મત્તાની અંધારા નો લાભ લઇ ગયા હતા.
આ સંબંધે શંકરભાઈ ભુરાભાઈ સોલંકીએ સંજેલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.