ઘોઘંબા તાલુકાના ઉમરી ખેડા ફળિયા સીમલીયા ગામે 15 વર્ષિય યુવકને તેના ધરમાં સાંપ કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના ઉમરી ખેડા ફળિયા સીમલીયા ગામે રહેતા ઋતિક રાજુભાઈ વણઝારા(ઉ.વ.15)ને તેના ધરમાં ઝેરી સાંપ કરડી જતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યુ હતુ. આ બાબતે દામાવાવ પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.