ભારતની વિરૂધ શહબાજનું કાવતરૂ,તુર્કીને સીપીઇસીમાં સામેલ કરવાનું આમંત્રણ

  • હંમેશા પાકિસ્તાનનો સાથ આપતા કાશ્મીર મુદ્દો ઉઠાવનાર તુર્કીએ તેના પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.

ઇસ્લામાબાદ,

પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ બે દિવસીય તુર્કીની યાત્રાએ છે.આ દરમિયાન તેમણે તુર્કીને કહ્યું કે તે પણ ચીન પાકિસ્તાન આથક ગલિયારા પરિયોજના(સીપીઇસી)માં સામેલ થઇ જાય,પાકિસ્તાની મીડિયા અનુસાર શહબાજ શરીફે આ ઓફર એટલા માટે આપી છે કારણ કે ક્ષેત્રમાંથી ગરીબી હટે અને સમૃધિ પાછી ફરે. શહબાજ અનુસાર સીપીઇસી વિસ્તારના લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવી શકાય છે અને સશક્ત બનાવી શ કાય છે.જયારે હંમેશા પાકિસ્તાનનો સાથ આપતા કાશ્મીર મુદ્દો ઉઠાવનાર તુર્કીએ તેના પર કોઇ પ્રતિક્રિયા આપી નથી.શરીફે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆનની સાથે બેઠક કરી અને આ દરમિયાન તેમને સીપીઇસીમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. શરીફે દાવો કર્યો કે પાકિસ્તાનને તેનાથી ખુબ લાભ થઇ રહ્યો છે અને અહીંના લોકો પણ ખુબ ખુશ છે.

પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે કહ્યું કે હું કહેવા માંગુ છું કે આ સીપીઇસી ચીન પાકિસ્તાન અને તુર્કીની વચ્ચેનો પરસ્પર સહયોગ થશે આ એક ખુબ સારો સંયુકત સહયોગ થવા જઇ રહ્યો છે અને તેના માધ્યમથી આપણે દરરોજના પડકારોનો સામનો કરી શકીએ છીએ.તેમણે એ પણ કહ્યું કે જો તુર્કી તેના પર રાજી થઇ જાય છે તો તેઓ આ મુદ્દા પર ચીનની સાથે રાષ્ટ્રપતિ શી જિનપિગથી ચર્ચા કરશે તુર્કી અને પાકિસ્તાન આ વર્ષ રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પુરા કરશે.

આવું પહેલીવાર નથી જયારે પાકિસ્તાનના વડાપ્રધાન તરફથી તુર્કીને આ રીતનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હોય.આ પહેલા આ વર્ષ મેમાં તેમણે તુર્કીને અરબો ડોલરની ચીની પરિયોજના સીપીઆઇસીમાં સામેલ થવાનો પ્રસ્તાવ આપ્યો હતો તે સમયે શરીફે કહ્યું હતું કે સીપીઇસી તે વાહન છે જે ક્ષેત્રીય સંપર્ક અને ત્રિપક્ષીય સમજૂતિને ક્ષેત્રીય લાભમાં પરિવતત કરી શકે છે.આ પ્રસ્તાવ શરીફે ચીની વિદેશ મંત્રી વાંગ યી દ્વારા બ્રિકસના વિસ્તાર બાદ આપ્યો હતો.શહબાજે કહ્યું હતું કે પાકિસ્તાન અને તુર્કીની વચ્ચે અનેક આયામો પર પરસ્પર સહયોગ જારી છે.આવામાં સીપીઇસી તેમાં મહત્વપૂર્ણ કડી સાબિત થઇ શકે છે.

સીપીઇસીને લઇ તુર્કીએ વર્ષ ૨૦૨૦માં પહેલીવાર મોટું નિવેદન આપ્યું હતું તે સમયે એર્દોઆન પાકિસ્તાનના પ્રવાસ પર ગયા હતાં અને તે સમયના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે દ્વિપક્ષીય વાર્તા કરી હતી એર્દોઆને મીડિયાને કહ્યું હતું કે સીપીઇસી તુર્કીના કારોબારીઓઓ માટે સારી હોઇ શકે છે આવામાં તે આ પરિયોજના પર કામ કરવા ઇચ્છુક છે તેમણે કહ્યું હતું કે તુર્કીને આવી તકો મળી નથી જેવી બીજા દેશોને મળી છે.

સીપીઇસી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની એક મહત્વાકાંક્ષી પરિયોજના છે જેમાં લગભગ ૬૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે.આ પરિયોજના હેઠળ ચીનના ઉત્તર પશ્ર્ચિમમાં શિજિયાંગથી પાકિસ્તાનના બલુચિસ્તાનમાં ગ્વાદર સુધી ૩૦૦૦ કિલોમીટર લાંબી સડક પર માળખાકીય સુવિધા પરિયોજનાને લાગુ કરવામાં આવી રહી છે.ભારત તરફથી આ પરિયોજનાનો હંમેશા વિરોધ કરવામાં આવી રહ્યો છે.ભારતનું કહેવુ છે કે સીપીઇસી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)થી પસાર થાય છે આવામાં આ દેશની સંપ્રભુતાની વિરૂધ છે