રાજ્યસભાની ૧૨ બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ તમામ ૧૨ બેઠકો પર ૩ સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાશે. સૂત્રોનું માનીએ તો ભાજપ અને તેના સહયોગી દળો આમાંથી મોટાભાગની બેઠકો જીતે તેવી શક્યતા છે. તેલંગાણા સીટ કોંગ્રેસના ફાળે જાય તેવી શક્યતા છે.
આ સિવાય એનડીએ અન્ય બેઠકો જીતે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે ૯ રાજ્યોની ૧૨ સીટો પર આ પેટાચૂંટણી યોજાશે. જેમાં આસામ, બિહાર અને મહારાષ્ટ્રની બે બેઠકો, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની એક-એક બેઠકનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર ૩જી સપ્ટેમ્બરે જ મતદાન થશે અને તે જ દિવસે સાંજે ૫ વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરવામાં આવશે.