રાષ્ટ્રપતિ ભવન સંકુલની અંદર સ્થિત અમૃત ઉદ્યાન ૧૬ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર સુધી લોકો માટે ખુલ્લું મુકવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવને મંગળવારે એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી. સત્તાવાર નિવેદન અનુસાર, મુલાકાતીઓની સુવિધા માટે, કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર ૩૫ (ઉદ્યાનના પ્રવેશદ્વાર) સુધી મફત શટલ બસ સેવા પણ ઉપલબ્ધ રહેશે.
મૂળરૂપે તેમાં પૂર્વ લૉન, સેન્ટ્રલ લૉન, લૉન્ગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડનનો સમાવેશ થતો હતો. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ અને રામનાથ કોવિંદના કાર્યકાળ દરમિયાન, વધુ બગીચા વિક્સાવવામાં આવ્યા હતા, જેમ કે – હર્બલ-ફર્સ્ટ, હર્બલ-ફર્સ્ટ, ટેક્ટાઈલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન અને આરોગ્ય વનમ. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૧૪ ઓગસ્ટે અમૃત ઉદ્યાન સમર એન્યુઅલ એડિશન, ૨૦૨૪ના ઉદ્ઘાટનમાં હાજર રહેશે.
અમૃત ઉદ્યાન ૧૬ ઓગસ્ટથી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે. પ્રથમ વખત, ૨૯ ઓગસ્ટ, રાષ્ટ્રીય રમત દિવસ નિમિત્તે, ફક્ત ખેલાડીઓ માટે જ અનામત રાખવામાં આવશે. તેમજ ગત વર્ષની જેમ ૫ સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો માટે અનામત રહેશે. જાળવણી માટે અમૃત ઉદ્યાન તમામ સોમવારે બંધ રહેશે. લોકો નોર્થ એવન્યુ રોડ પાસે રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર ૩૫ થી પ્રવેશ કરશે.
પાર્કમાં પ્રવેશ અને સ્લોટનું બુકિંગ મફત છે. બુકિંગ રાષ્ટ્રપતિ ભવનની વેબસાઈટ પર તેમજ ગેટ નંબર ૩૫ ની બહાર ’વોક-ઈન મુલાકાતીઓ’ માટે મૂકવામાં આવેલા ’સેલ્ફ-સવસ કિઓસ્ક’ દ્વારા ઓનલાઈન કરી શકાય છે.