ભારે વધઘટ પછી, બજાર લાલ નિશાનમાં બંધ થયું, નાણાકીય શેર સૌથી વધુ ઘટ્યા.

સોમવારે ભારે ઘટાડા બાદ આજે ભારતીય શેરબજારમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. શરૂઆતી ટ્રેડિંગમાં બજારમાં ભારે ખરીદી જોવા મળી હતી, જેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. પરંતુ સત્રના અંત સુધીમાં, બજાર તેના તમામ લાભો ગુમાવી દીધું અને ઘટાડા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઈન્ડેક્સ સેન્સેક્સ આજે ૨૨૨ પોઈન્ટ વધીને ૭૮,૯૮૧.૯૭ પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે મહત્તમ ૭૯,૮૫૨.૦૮ પોઈન્ટ પર પહોંચ્યો હતો. ત્યારબાદ વેચવાલી થઈ અને તે ૧૬૬ પોઈન્ટ ઘટીને ૭૮,૫૯૩ પર બંધ થયો.

તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૨૬ ટકા અથવા ૬૩ પોઇન્ટ ઘટીને ૨૩,૯૯૨ પર બંધ થયો હતો. બજાર બંધ સમયે નિફ્ટી ૫૦ શેરોમાંથી ૨૧ શેર લીલા નિશાન પર અને ૨૯ શેર લાલ નિશાન પર હતા. અમેરિકામાં આર્થિક મંદી અને મધ્ય પૂર્વમાં વધી રહેલા ભૌગોલિક રાજકીય તણાવની ચિંતાને કારણે રોકાણકારો સાવચેત થઈ રહ્યા છે.

નિફ્ટી પેક શેરમાં આજે સૌથી મોટો ઘટાડો એચડીએફસી લાઇફમાં ૪.૨ ટકા,એસબીઆઇ લાઇફમાં ૨.૪૩ ટકા,બીપીસીએલમાં ૧.૮૪ ટકા, શ્રીરામ ફાઇનાન્સમાં ૧.૭૧ ટકા અને એસબીઆઇમાં ૧.૪૭ ટકા હતો. આ સિવાય બ્રિટાનિયામાં સૌથી વધુ ૨.૮૧ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલમાં ૨.૩૫ ટકા, ટેક મહિન્દ્રામાં ૧.૭૪ ટકા, લાર્સન એન્ડ ટુબ્રોમાં ૧.૭૦ ટકા,એચયુએલમાં ૧.૫૪ ટકાનો વધારો નોંધાયો હતો.

ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે સૌથી મોટો ઘટાડો નિફ્ટી ફાઇનાન્શિયલ સવસિસ ૨૫/૫૦માં ૧.૪૨ ટકા હતો. આ ઉપરાંત નિફ્ટી બેક્ધમાં ૦.૬૯ ટકા, નિફ્ટી ઓટોમાં ૦.૭૫ ટકા, નિફ્ટી ફાર્મામાં ૦.૦૯ ટકા, નિફ્ટી પીએસયુ બેક્ધમાં ૧.૨૬ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેક્ધમાં ૦.૬૦ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં ૦.૧૮ ટકા, નિફ્ટી ડુ કન્ઝ્યુમર ડ્યુ. નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૪૮ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૧૦ ટકા વધ્યા . આ સિવાય નિફ્ટી રિયલ્ટીમાં ૦.૮૪ ટકા, નિફ્ટી મેટલમાં ૦.૩૦ ટકા, નિફ્ટી મીડિયામાં ૦.૧૫ ટકા, નિફ્ટી આઇટીમાં ૦.૪૯ ટકા અને નિફ્ટી એફએમસીજીમાં ૦.૦૯ ટકાનો વધારો નોંધાયો હતો.