રાજકોટ જિલ્લા સહકારી ક્ષેત્રને લઈને નવાજૂનીના એંધાણ છે. જિલ્લા બેક્ધ અને જયેશ રાદડિયા સામે અન્ય જૂથનું સમાધાન થયું છે. ભાજપના જ નેતાઓના જૂથે રાદડિયા જૂથ સામે સમાધાન કર્યુ છે. અત્યાર સુધી ભાજપના જ કેટલાક નેતાઓ રાદડિયાનો વિરોધ કરતા હતા. પરંતુ અચાનક રાદડિયા જૂથ સાથે વિરોધીઓએ સમાધાન કરી લીધું હતું. રાદડિયા સાથે સમાધાન કરવા પાછળના કારણો શું રહ્યા હશે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. રાજકોટના સહકારી ક્ષેત્રમાં ભાજપના તમામ જૂથ એક થયા હતા. હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા, વિજય સખીયાએ સમાધાન કર્યું હતું. રાજ્ય રાજકોટ જિલ્લા સહકારી બેક્ધ અને જયેશ રાદડિયા સાથે ભાજપના જ નેતાઓ હરદેવસિંહ જાડેજા,નીતિન ઢાંકેચા, પરસોતમ સાવલિયા અને વિજય સખીયા જૂથે સમાધાન કર્યું હતું.
ભાજપના જ બે સહકારી જૂથો આમનેસામને હતા. આ સમાધાનના પગલે હાઇકોર્ટમાં કરેલી રીટ અચાનક જ પાછી ખેંચી લેવાઈ છે. બંને જૂથના કોમન રાજકીય મિત્રોએ સમાધાન કરાવ્યું હોવાનું કહેવાય છે. જયેશ રાદડિયા સામે સામેના જૂથ દ્વારા રીટ કરવામાં આવી હતી. હવે હાઇકોર્ટમાં જયેશ રાદડિયા સામે કરવામાં આવેલી રીટ પાછી ખેંચી લેતા ખળભળાટ મચી ગયો છે.
હાઇકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં જયેશ રાદડિયા અને જિલ્લા બેક્ધમાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અચાનક જ હાઇકોર્ટમાં કરેલી રિટ પાછી ખેંચી લેતા સૌરાષ્ટ્રના રાજકારણ ખળભળાટ મચી ગયો છે. હરદેવસિંહ જાડેજા, નીતિન ઢાંકેચા, પરસોત્તમ સાવલિયા એક થયા હતા. વિજય સખીયાએ પણ ઢાંકેચા અને સાવલિયા સાથે સમાધાન કર્યું હતું.
રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા સામે ભાજપના જ અગ્રણીઓએ બાંયો ચડાવી હતી. ભાજપના અગ્રણી નીતિન ઢાંકેચાએ જયેશ રાદડિયા સામે ગુજરાત હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જયેશ રાદડિયાએ રાજકોટ જિલ્લા સહકારી બેક્ધમાં ભરતી કૌભાંડ કર્યું છે. જોકે, આ મામલે રાજ્ય સરકારમાં અનેક રજૂઆત છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.