માત્ર બાંગ્લાદેશ માટે જ નહીં પરંતુ દરેક તાનાશાહ માટે પાઠ છે.

  • એક સમય એવો આવશે જ્યારે લોકો ધીરજ ગુમાવશે, એવું જ થયું છે, આપણે સાવચેત રહેવું પડશે.ફારુક અબ્દુલ્લા

બાંગ્લાદેશમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ મંગળવારે કહ્યું કે બાંગ્લાદેશમાં ચાલી રહેલ સંઘર્ષ દરેક તાનાશાહ માટે પાઠ છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ખરાબ છે. બેરોજગારીનું સ્તર વયું છે. વિદ્યાર્થીઓએ એક ચળવળનું નેતૃત્વ કર્યું હતું, જેને સેના સહિત કોઈપણ દ્વારા નિયંત્રિત કરી શકાયું ન હતું. આ માત્ર બાંગ્લાદેશ માટે જ નહીં પરંતુ દરેક સરમુખત્યાર માટે પાઠ છે. એક સમય એવો આવશે જ્યારે લોકો ધીરજ ગુમાવશે, એવું જ થયું છે, આપણે સાવચેત રહેવું પડશે. મને આશા છે કે તેઓ અમારી સાથે શાંતિપૂર્ણ સંબંધો જાળવી રાખશે.

ફારુક અબ્દુલ્લાએ કહ્યું, બાંગ્લાદેશમાં એવી લાગણી હતી કે વિશ્ર્વમાં મુસ્લિમો પર થતા જુલમ સામે અવાજ ઉઠાવવો જોઈએ. શેખ હસીના વિશ્ર્વભરના મુસ્લિમો પર થતા જુલમ સામે ઉભી ન રહી, પરિણામે તેમને બચાવવા ભાગવું પડ્યું. જો તેણી ભાગી ન હોત, તો તેણીને પણ મારી નાખવામાં આવી હોત. શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ અટકી રહી નથી. હવે બદમાશો લઘુમતી હિંદુઓ, શેખ હસીના અને તેમની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમના સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે.

બાંગ્લાદેશની સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે તમામ રાજકીય પક્ષોના નેતાઓને બાંગ્લાદેશની સ્થિતિ વિશે જાણકારી આપી અને ખાતરી આપી કે સરકાર પાડોશી દેશ પર ચાંપતી નજર રાખી રહી છે. બેઠકમાં બાંગ્લાદેશમાં હાજર ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં તમામ રાજકીય પક્ષોએ આ મુદ્દે સરકાર સાથે ઉભા રહેવાની ખાતરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે એ પણ માહિતી આપી હતી કે બાંગ્લાદેશમાં ૨૦ હજાર ભારતીયો છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હતા. સરકાર દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવ્યા બાદ તેમાંથી ૮ હજાર વિદ્યાર્થીઓ ભારત પરત ફર્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે સરકાર બાંગ્લાદેશ આર્મીના સંપર્કમાં છે. ત્યાંની પરિસ્થિતિ સતત બદલાતી રહે છે અને જેમ જેમ ભવિષ્ય બદલાશે તેમ સરકાર ફરીથી તેના વિશે માહિતી આપશે. શેખ હસીના વિશે કહેવામાં આવ્યું હતું કે તેણે થોડો સમય લેવો જોઈએ અને તેણે પોતે જ નક્કી કરવાનું છે કે તે ક્યાં જવા માંગે છે. આ બેઠકમાં લોક્સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ, જેપી નડ્ડા, કિરેન રિજિજુ, એચડી કુમારસ્વામી, રાજીવ રંજન સિંહ, વિપક્ષી સાંસદો કેસી વેણુગોપાલ અને સુપ્રિયા સુલે સહિતના નેતાઓ હાજર રહ્યા હતા