ગુજરાતનાં ૧૦ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી

રાજ્યમાં આઇએએસની બદલીનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.વહીવટી વિભાગ દ્વારા ફરી ગુજરાતનાં ૧૦ આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ બદલીઓ રાજ્યપાલના આદેશથી જીએડીના કમલ દયાની દ્વારા જાહેર કરવામાં આવી છે. રાજ્યના ૧૦ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલી કરાઈ છે.

ગત ૩૧ જુલાઈ ૨૦૨૪ના રોજ ગુજરાતના ૧૮ આઈએએસની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આજે વધુ ૧૦ આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમની બદલી કરાઈ છે.તેમાં રતનકંવર ગઢવીચારણની બદલી સાબરકાંઠા કલેક્ટર તરીકે થઈ,સુજીત કુમારને ભાવનગર મનપાના મ્યુનિ. કમિશનર બનાવાયા,શ્ર્વેતા તિઓટિયાને જીયુવીએનએલના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા,કે. ડી. લાખાણીને શ્રમ વિભાગના ડાયરેક્ટર બનાવાયા,એક. કે. મોદીને નર્મદાના કલેક્ટર બનાવવામાં આવ્યા,એન. એન. દવેને વલસાડના કલેક્ટર બનાવાયા,એસ. ડી. ધાનાણીને પોરબંદરના કલેક્ટર બનાવાયા,એન. વી. ઉપાયાયને કો ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રાર બનાવાયા,લલિત નારાયણ સિંહ સંધુને સમગ્ર શિક્ષા અભિયાનમાં પોસ્ટિંગ,બી. જે. પટેલને ગાંધીનગરના ડીડીઓ બનાવાયા