જૂનાગઢના ૬ શખ્સની પશ્ચિમ બંગાળમાં અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢના ઝહિમ બલોચ સહિત ૬ ને આસામની સરહદ નજીકથી પશ્ચિમ બંગાળની પોલીસે ઝડપ્યા હતા. જૂનાગઢ એસઓજીએ પણ કાર્યવાહી હાથ ધરી છે. ૬ શખ્સો વિરૂદ્ધ પશ્ચિમ બંગાળનાં કુચબિહાર જિલ્લાના પુંડીબારી પોલીસ સ્ટેશનમાં ૨ ઓગસ્ટનાં રોજ ભારતીય નાગરિક્તા સંહિતા કાયદા મુજબ ૩૧૦(૪), ૩૧૦(૫) કલમ મુજબ ૫૯૪/૨૦૨૪ નંબરથી લૂંટ અને ધાડનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂનાગઢના શખ્સો રૂપિયા ૧૫ લાખ લઈ સસ્તુ સોનું લેવા ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે. હાલ પોલીસ ગુનો નોંધી ઊંડી તપાસ હાથ ધરી છે. પશ્ર્ચિમ બંગાળ પોલીસે આરોપીઓની વિગતો જાણવા જૂનાગઢ પોલીસનો સંપર્ક કર્યો હતો તેમ જૂનાગઢ એસઓજીએ જણાવ્યું હતું.
આરોપીઓમાં (૧) ઝહિમ ફિરોજભાઈ બ્લોચ રહે.મચ્છીપીઠ, ઢાલ રોડ,જૂનાગઢ.,(૨) કિશન નારણદાસ રાણીંગા રહે. ગંધ્રપાવાડા, જૂનાગઢ.,(૩) ૠષભ જગદીશભાઈ હેમાણી રહે. યમુનાપાર્ક ખામધ્રોળ રોડ, જૂનાગઢ.,(૪) જયેશ કાનજી ચૌહાણ રહે. રોહીદાસપરા જૂનાગઢ.,(૫) સરફરાઝ ઇકબાલ કુરેશી રહે. રામદેપરા સક્કરબાગ પાસે, જૂનાગઢ.(૬) અબ્દુલકરીમ હશનભાઈ જેઠવા રહે. પાડાવાડા ચોક, ઢાલરોડ, જૂનાગઢનો સમાવેશ થાય છે