ઝાલોદના ધારાડુંગર ગામે ડમ્પર ચાલકે રોડ સાઈડે ઉભેલ બાઈકને અડફેટે લેતા મહિલાનુ મોત

દાહોદ,

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામે એક ડમ્ફરના ચાલકે રસ્તાની સાઈડમાં ઉભેલ મોટરસાઈકલના ચાલકને અને એક મહિલાને અડફેટમાં લેતાં મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.26મી નવેમ્બરના રોજ ધારાડુંગર ગામે એક ડમ્ફરના ચાલકે પોતાના કબજાનું ડમ્ફર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે રસ્તાની સાઈડમાં મોટરસાઈકલ લઈ ઉભેલા ધારાડુંગર ગામે પાસાયા ફળિયામાં રહેતાં પિન્ટુભાઈને અને તેમની સાથેના મલીબેનને અડફેટમાં લેતાં મલીબેનની ઉપર ડમ્ફર ફરી વળતાં મલીબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામે પાસાયા ફળિયામાં રહેતાં જેમાલભાઈ સુરતાનભાઈ પસાયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.