સંતરામપુરમાં વારંવાર ટ્રાફિક સમસ્યાને લઈને સંતરામપુર પાલિકા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

સંતરામપુરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તંત્ર દ્વારા સંતરામપુર બસ સ્ટેશન વિસ્તારમાં નડતરો વાહનો હાથ લારી કેબિન છત રોડ ઉપર મૂકવામાં આવતા જાહેરાતના બેનરો બોર્ડ દુકાનના વેપારીઓ બહાર મુકતા અને રોડ ઉપર સામાન તમામ રોડ ઉપરથી ખસેડવામાં આવ્યું અને સંતરામપુર ગોધરા ભાગોળ વિસ્તાર અને પ્રતાપુરા સુખી નદીનો બ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો. સરકારી તંત્ર દ્વારા જણાવેલું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોને નડતરરૂપ ના થાય તે માટે દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલો છે. નિયમો અને કાયદાનો અવશ્ય પાલન કરવાનું રહેશે રોડ ઉપર કોઈપણ વ્યક્તિએ વાહન મૂકવું નહીં કે દબાણ કરવું નહીં કે નડતો ઊભું કરવું નહીં આ રીતે આજથી સંતરામપુરમાં દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતો.

મોટી ત્યાગ બાગમાં લુણાવાડા રોડ ગોધરાબાગોડ વિસ્તાર પ્રતાપુરા સુખી નદીનો બ્રિજ સંપૂર્ણ ખાલી કરી દેવામાં આવેલો ખુલ્લા કરવામાં આવેલા હતા. પોલીસે સતત દિવસભર પાલિકા સાથે મળીને દબાણ ઝુંબેશ હાથ ધારેલું હતું અને સગન પેટ્રોલિંગ કરવામાં આવેલું હતું અને સાથે જણાવેલો કે આજુબાજુના દુકાનદારો વેપારીઓએ પોતાનું સામાન પોતાની હદની અંદર જ મૂકવાનું જેથી કરીને કોઈપણ વ્યક્તિને નડતરરૂપ ઊભું ના થાય તે માટેની પણ સૂચના આપવામાં આવી રહી હતી. આ રીતે દિવસ સંતરામપુરમાં દબાણ દૂર કરવા માટેનો પોલીસ વિભાગ દ્વારા અને પાલિકા દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવેલો હતો. રોડ ઉપર કે સ્થાનિક વેપારીઓએ પોતાના બેનર કે બોર્ડ રોડ ઉપર મૂકવા નહીં અને સામાન બહાર કાઢવો નહીં રસ્તો ખુલ્લો રાખવો પડશે. જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તો કાયદેસરની કાર્યવાહી કા હાથ ધરવામાં આવશે કે.કે. ડીંડોર પી.આઈ. સંતરામપુર