સંતરામપુર હાટ બજાર પ્રતાપપુરામાં ખસેડવાના નિર્ણયથી વેપારીઓમાં ખુશી ગમ જેવો માહોલ

સંતરામપુર બસ સ્ટેશન વિસ્તાર માંથી પ્રતાપુરામાં હાર્ટ બજાર ખસેડવા માટેનું તંત્ર દ્વારા લેવડા નિર્ણયમાં વેપારીઓમાં કભી ખુશી કભી ગમ જેવો માહોલ મંગળવારનો હાટ બજાર બે ભાગમાં વહેંચાઈ ગયો. ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી આવે. સંતરામપુર બસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી હાટ ભરાઈ રહેલો હતો.

આ મંગળવારે હાટ વારંવાર ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રને ફરિયાદ થતી હતી. તંત્ર દ્વારા નગરપાલિકા અને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી દ્વારા બે મંગળવારે હાટથી નિર્ણય લેવામાં આવેલો હતો કે હવેથી પ્રતાપપુરા વિસ્તારમાં હાટ બજાર ભરવામાં આવશે, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલાક મંગળવાર બજારના વેપારી પ્રતાપુરામાં ધંધો કરવા માટે ગયા અને કેટલાક બસ સ્ટેશન વિસ્તારમાં ધંધો કરવા માંગતા આવતા પરંતુ તંત્ર દ્વારા આ નિર્ણય મક્કમ રાખીને પ્રતાપુરા વિસ્તારમાં ખસેડવામાં આવેલો હતો.

પરંતુ આવી પરિસ્થિતિ સર્જાતા વેપારીઓ બંને વિભાગોમાં વહેંચાઈ ગયા અને બે ભાગ પડી જતા વેપારીઓમાં ધંધા રોજગારમાં કોઈ પરિવાર વડીયા નહીં ગામના લોકો બસ સ્ટેશન વિસ્તાર નજીક છે તેમ કહીને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખરીદી કરતા હતા. જ્યારે કેટલાક ગામડાના લોકો ઉખરેલી, બટાકવડા, સીમલીયા નજીકના ગામોનો પ્રતાપુરા થી ખરીદી કરતા હતા. બંને બાજુ બંને વેપારીને બે બજારનો ભાગ ઉંચાઈ જવાના કારણે ધંધા રોજગારમાં મોટી અસર જોવા મળી હતી.

જ્યારે બીજી બાજુ હાટની શરૂઆત પ્રતાપુરામાં કરતા પશુપાલકો પોતાના પશુઓ લઈને હાટ બજારમાં વ્યાપાર ધંધા કરવા આવ્યા જ નહીં તેવી પરિસ્થિતિ જોવા મળી આવેલી હતી. અમારા નિર્ણયમાં કેટલાક વેપારીઓ મન દુ:ખ થયું હશે પરંતુ સંપૂર્ણ હાર્ડ બજાર એક જ સ્થળ થઈ જશે અને શરૂઆત તમારી થઈ રહેલી છે, તે માટે થોડી અગવડતા રહેશે અમે સો ટકા વેપારી અને સહકાર પણ આપીશું અને સો ટકા સારી સુવિધા પણ આપીશું એ માટે અમે નિર્ણય લીધેલો છે.

અત્યારે ભલે વ્યાપારીઓને તકલીફ પડતી હશે, પણ થોડા સમયમાં સારી સુવિધા આપીને હાટ બજારમાં સારો એવો વેપાર કરે અને રોજગારી મળે એવા અમારા પ્રયત્નો રહેશે. શાંતિલાલ પટેલ, એપીએમસી, ચેરમેન, સંતરામપુર…