સ્વાતંત્ર્ય પર્વ: રાજ્ય ઉત્સવ ખેડા-નડિયાદ: ખેડા જીલ્લામાં બે દિવસમાં 46 ગામોમાં રૂ. 130.25 લાખના 67 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ખેડા જીલ્લામાં 78મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જીલ્લામાં તાલુકા પંચાયત તથા નગરપાલિકા દ્વારા તા.05 ઓગસ્ટ થી તા.12 ઓગસ્ટ દરમિયાન વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહુર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આજે જીલ્લાનાં 23 ગામોમાં રૂ. 46.16 લાખના કુલ 27 કામોનું ખાતમુહુર્ત, લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોમવારે જીલ્લાના 23 ગામોમાં રૂ. 84.19 લાખના કુલ 40 કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાંઆવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસમાં જીલ્લાના 46 ગામોમાં રૂ.130.25 લાખના 67 વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

આ કામોમાં પીવાનું પાણી, બોર, પેવર બ્લોક, ગટરલાઈન, પાણીની પાઈપલાઈન, સીસી રોડ, વરસાદી પાણીના નિકાલ માટેની ગટરલાઈન જેવા ગ્રામ્ય જનસુવિધા અને જનસુખાકારીનાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત સ્થાનિક ધારાસભ્ય, પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે, આવતી કાલે તા.07 ઓગસ્ટના રોજ 27 સ્થળોએ રૂ.83.88 લાખના કુલ 45 કામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કરવામાં આવનાર છે.