સ્વાતંત્ર પર્વ : રાજ્યોત્સવ ખેડા – નડિયાદ: રાજ્યપાલના પ્રિન્સિપાલ સેક્રેટરીના અધ્યક્ષસ્થાને એટ – હોમ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

  • ખેડા જીલ્લાના આંગણે થનાર રાજ્યકક્ષાની ઉજવણી ભવ્ય રીતે કરવા અંગે માર્ગદર્શન આપ્યું.

જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે ગુજરાતના રાજ્યપાલના પ્રિન્સિપાલ સેક્રેટરી અશોક શર્માના અધ્યક્ષસ્થાને તા. 14 ઓગસ્ટના રોજ યોજાનાર એટ – હોમ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠક અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતે ના બીએપીએસ મંદિર, યોગી ફાર્મ ખાતે યોજાનાર એટ હોમ કાર્યક્રમ અંગે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલા આયોજનની પ્રિન્સિપલ સેક્રેટરી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.

ખેડા જીલ્લાના આંગણે આવેલ સ્વતંત્ર પર્વના રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત યોજાનાર એટ હોમ કાર્યક્રમ પણ ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાય તે માટે પ્રિન્સિપલ સેક્રેટરીએ માર્ગદર્શક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં જીલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, જીલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, સહિત કાર્યક્રમ આયોજન સાથે જોડાયેલ સંલગ્ન અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.