દાહોદ શહેરના જનતા ચોક ખાતે એક ટુ વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી પુર ઝડપે હંકારી લાવતાં ટુ વ્હીલર ગાડી સ્લીપ ખાઈ જતાં ગાડી પર સવાર બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.04 જુલાઈના રોજ દાહોદના મુવાલીયા ગામે હજારીયા ફળિયામાં ક્રિષ્ના સોસાયટીમાં રહેતાં વિપુલભાઈ વિનોદભાઈ અમલીયાર તથા તેમનો મિત્ર નિકુલભાઈ આ બંન્ને યુવકો પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી પર સવાર થઈ દાહોદ શહેરના જનતા ચોક પાસેથી રાત્રીના સમયે પસાર થઈ શહેરમાં આવેલ રાત્રી બજાર ખાતે જતાં હતા. તે સમયે નિકુલભાઈ (રહે. રાબડાળ, મુવાલીયા ક્રોસીંગ, તા.જી.દાહોદ) ટુ વ્હીલર ગાડી ચલાવતો હતો અને પોતાના કબજાની ટુ વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં ટુ વ્હીલર ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં દાહોદ શહેરના જનતા ચોક ખાતે સ્લીપ ખાઈ ગઈ હતી. જેને પગલે વિપુલભાઈ તથા નિકુલભાઈ બંન્ને ટુ વ્હીલર ગાડી પરથી જમીન પરથી જમીન પર પટકાતાં બંન્ને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ થતાં જેમાં વિપુલભાઈનું ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું.
આ સંબંધે અજયભાઈ વિનોદભાઈ અમલીયારે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.