ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ચાર ઈસમોને કિ.રૂ.13,490/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના પોપટપુરા ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન મોહસીન નાસીબ બેલીમ, ઈમરાન ઈબ્રાહિમ પઠાણ, સહેઝાદ ગફુર કાજી, મુસ્તાક સલીમ પઠાણને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 13,490/-રૂપિયાના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. જયારે નાસી છુટેલ ઈકબાલ લીયાકત જમાદાર, મોબીન હુસેન બેલીમ, જાવેદ કાલુ બેલીમ, રફીક વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.