મોરવા(હ)તાલુકાના રસુલપુર ગામે રહેતા 23 વર્ષિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ખેતરના પાકમાં નાંખવાનુ યુરિયા ખાતર ખાઈ જતાં સારવાર માટે ગોધરા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના રસુલપુર ગામે રહેતા મેહુલકુમાર જુવાનસિંહ પટેલ (ઉ.વ.23)કોઈ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં અનાજમાં નાંખવાનુ યુરિયા ખાતર ખાઈ ગયેલ હોય જેથી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે મોરવા(હ)પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.