ગુજરાતભરમાં શિવમય માહોલ, શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને શિવના પવિત્ર મહીનાના પ્રથમ દિવસે જ સોમવાર હોવાથી ભકતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતાં ગુજરાતભરમાં શિવાલયો શિવમય બની ગયા હતાં આજે શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવાર હોઈ વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે ભગવાનનાં દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદ સાથે મંદિર પરિસર ગુંજુ ઉઠ્યું હતું.

મહીસાગર જીલ્લાનાં શિવ મંદિરો ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર લુણાવાડાનું પૌરાણિક લુણેશ્ર્વર તેમજ અખાડા સ્થિત કેદારેશ્ર્વર મહાદેવ મંદિર પણ ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા હતા. વહેલી સવારથી જ શિવ ભક્તો મહાદેવનાં દર્શનાર્થે ઉમટ્યા હતા. પવિત્ર શ્રાવમ માસની શરૂઆત પ્રથમ સોમવારથી થતા શિવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે પવિત્ર શ્રાવણ માસમાં પાંચ સોમવાર આવશે.

આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પવિત્ર શ્રાવણનો પ્રથમ દિવસ અને પ્રથમ સોમવારને લઇને શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ભવનાથ તળેટીમાં આવેલ મહાદેવના મંદિરે વહેલી સવારથી ભાવિકોની ભીડ ઉમટી હતી. સવારે ૪ વાગ્યાથી ભક્તો મંદિરે ક્તાર લગાવીને મહાદેવના દર્શન માટે પહોંચ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. હર હર મહાદેવના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતુ.

૭૨ વર્ષ બાદ શ્રાવણ માસમાં ૫ સોમવારનો સંયોગ આ વખતે જોવા મળશે છોટા કાશીના નામથી પ્રચલિત અને શિવજીની નગરી એવા જામનગરના શિવાલયોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી હતી. જામનગર શહેરના પ્રત્યેક ખૂણે નાના મોટા અનેક શિવાલયો આવેલા છે. છોટી કાશીનું બિરુદ્ધ જેના થકી જામનગરને પ્રાપ્ત થયું છે. એવા કાશી વિશ્ર્વનાથ મંદિરમાં ભક્તોની વહેલી સવારથી લાગી ક્તારો લાગી હતી. જામનગરના કાશી વિશ્વનાથ મંદિરમાં ચો તરફથી શિવજીના દર્શન થાય છે. દૂધ, પંચામૃત, જળ, શેરડીનો રસ, નાળીયેલનું પાણી જેવી અલગ-અલગ વસ્તુઓ દ્વારા મહાદેવજી ઉપર અભિષેક કરવામાં આવે છે.

અમદાવાદના પ્રખ્યાત પરમેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. અહિં આ મંદિરમાં પારદનું શિવલિંગ આવેલું છે. કહેવાય છે પારતનું શિવલિંગની પૂજા એ સર્વોત્તમ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. ત્યારે ભોળાનાથને મનાવવા મહાદેવ ભક્તોએ વહેલી સવારથી મંદિરમાં લાઇન લગાવી છે.આ ઉપરાંત નિર્ણયનગર ખાતે આવેલ સોમેશ્ર્વર મહાદેવમાં પણ સવારથી જ ભકતોની ભીડ ઉમટી પડી હતી ભકતો દ્વારા ભગવાન શિવને વિવિધ પ્રકારના અભિષેક કરવામાં આવ્યા હતાં.

નવસારીમાં આવેલું સ્વયંભૂ દેવેશ્ર્વર મહાદેવનું વર્ષો જૂનું મંદિર આવેલું છે. જે વર્ષો જૂનું છે. દેવેશ્ર્વર મહાદેવ મંદિર સાથે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. અહીં રોજબરોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો ભોલે ભંડારીના દર્શન માટે આવે છે.આજે પણ મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડયા હતાં સ્વયંભૂ દેવેશ્ર્વર મહાદેવ મંદિરના પૂજારી એવા ધર્મેશ મહારાજ દ્વારા મળતી માહિતી મુજબ તેમણે જણાવ્યું હતું કે. લોકમાતા પૂર્ણા નદીના કિનારે વસેલું અને નવસારીના મયમાં બિરાજમાન સ્વયંભૂ દેવેશ્ર્વર મહાદેવ મંદિર નો અનેરો મહિમા છે.