ઝાલોદ,
વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે તેથી પોલિસ કર્મચારી, શિક્ષકો તેમજ ચુંટણીમાં ફરજ દરમ્યાન હાજર રહેનાર કર્મચારીયોનું મતદાન આજરોજ રવિવારે સવારે 9 થી 5 વાગ્યા દરમ્યાન યોજવામાં આવ્યું હતું .આ મતદાન સાઇંસ કોલેજ ખાતે પોસ્ટલ પદ્ધતિ મુજબ ચુંટણી અધિકારીની દેખરેખ હેઠળ યોજાયું હતું. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથક કે મતદાન મથક બહાર, ઇમર્જન્સી સેવા આપનાર કર્મચારીઓ જેવા તમામ કર્મચારીઓનું મતદાન ઝાલોદ પ્રાંત અધિકારી, મામલતદાર, નાયબ મામલતદાર, ઝાલોદ નગર પાલિકા ચીફ ઓફિસરની દેખરેખ હેઠળ મતદાન યોજવામાં આવ્યું હતું.
પોસ્ટલ બેલેટથી મતદાનનો આશય એટલો હોય છે કે કોઈ પણ નાગરિક મતદાનથી દૂર ન રહે અને પોતાના અમૂલ્ય અધિકાર વોટનો ઉપયોગ કરી શકે. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી પંચના નિયમ હેઠળ થતી હોય છે. આ મતદાન પ્રક્રિયા 27 થી 29 સુધી તબક્કા વાર અલગ અલગ સરકારી કર્મચારીઓનું યોજાનાર છે.