ભોળાનાથની ભક્તિ કરવી મોંઘી! શ્રાવણ મહિનો શરૂ થતાં ફૂલનાં ભાવમાં ૩૦ ટકાનો વધારો

શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ ફૂલનાં ભાવમાં ભારે વધારો થવા પામ્યો હતો. અમદાવાદમાં ૫૦ રૂપિયા પ્રતિકિલોનો ભાવ ૨૫૦ એ પહોંચ્યો હતો. મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ફૂલની આવક ઘટી હતી. ફૂલનો ભાવ વધતા ભક્તો પર મોંઘવારીનો માર પડ્યો હતો.

શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ ફૂલોનો ભાવ આસમાનો પહોંચી જવા પામ્યો છે. અમદાવાદનાં ફૂલ બજારમાં એકાએક ફૂલોનાં ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થવા પામ્યો છે. ત્યારે થોડા સમય પહેલા જે ફૂલનાં ભાવ ૫૦ થી ૬૦ રૂપિયા કિલો હતા. એના ભાવ ૨૫૦ સુધી પહોંચ્યા છે. ત્યારે એકાએક ભાવ વધતા ગુલાબનો હાર રૂા. ૫૦ ની જગ્યાએ હવે ૭૦ રૂપિયામાં વેચાય છે.

આ સમગ્ર બાબતે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફૂલનું પ્રોડક્શન ઓછું થતા ભાવમાં વધારો થયો છે. હાલમાં મહારાષ્ટ્રનાં નાસિકમાંથી ફૂલોની ઓછી આવકનાં કારણે ગુલાબનાં ગોટા, પીળા ફૂલ અને કેસરી ગોટાનાં ભાવમાં વધારો થયો હતો. સૂકા ફૂલનો ભાવ વયો , તેમજ ભીના ફૂલનો ભાવ એકમદ તળિયે જોવા મળી રહ્યો છે. ભીના ફૂલ ગણતરીનાં કલાકોમાં ખરાબ થઈ જતા હોવાને કારણે ભીના ફૂલનો ભાવ ઘટ્યો છે.

અમદાવાદનાં ફૂલ માર્કેટમાં ફૂલોનાં ભાવ વધારાને લઈ વેપારીએ જણાવ્યું હતું કે, ચારે બાજુ વરસાદ હોવાનાં કારણે આ વખતે ફૂલનાં ભાવમાં ૨૦ થી ૩૦ ટકાનો વધારો થવા પામ્યો છે. અમે ઈન્દોર, ઉજ્જૈનમાંથી જે ફૂલો મંગાવીએ છીએ. તે માલ પણ વેચાશે કે નહી તેને લીધે અમે મૂંઝવણ અનુભવીએ છીએ. તેમજ અમુક ગ્રાહક ફૂલની ક્વોલીટી જોવે છે તે અમુક ગ્રાહકો ફૂલની ક્વોન્ટીટી જોવે છે. જેનાં કારણે ૨૦ થી ૩૦ ટકાનો વધારો થયો છે.